વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અપસેટ સર્જયો, આફ્રિકાને 12 વર્ષ બાદ વિશ્વકપમાં આપ્યો પરાજય

વિશ્વકપના પાંચમાં મુકાબલામાં દક્ષિણ આફ્રિકાને 21 રનથી પરાજય આપીને બાંગ્લાદેશે વિજય સાથે પ્રારંભ કર્યો છે.  
 

વર્લ્ડકપ 2019: બાંગ્લાદેશે પ્રથમ મેચમાં અપસેટ સર્જયો, આફ્રિકાને 12 વર્ષ બાદ વિશ્વકપમાં આપ્યો પરાજય

લંડનઃ વિશ્વકપના પાંચમાં મુકાબલામાં રવિવારે બાંગ્લાદેશે અપસેટ સર્જતા દક્ષિણ આફ્રિકાને 21 રનથી હરાવી દીધું હતું. બાંગ્લાદેશે આપેલા 331 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 50 ઓવરોમાં 8 વિકેટ પર 309 રન બનાવી શકી હતી. તેની વિરુદ્ધ બાંગ્લાદેશની વિશ્વકપના ઈતિહાસમાં આ બીજી જીત છે. છેલ્લે 2007માં તેણે આફ્રિકાને હરાવ્યું હતું. ત્યારે તેણે 67 રનથી વિજય મેળવ્યો હતો. આઈસીસી વનડે રેન્કિંગમાં આફ્રિકા ત્રીજા સ્થાન પર છે. તો બાંગ્લાદેશની ટીમ સાતમાં ક્રમે છે. 

331 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ડી કોક 23 રનના વ્યક્તિગત સ્કોર પર રનઆઉટ થયો હતો. ત્યારબાદ એડન માર્કરમ 45 રન બનાવી શાકિબની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ડુ પ્લેસિસની સાથે બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. 

ત્યારબાદ ડુ પ્લેસિસ 62 રન બનાવી મેહદી હસનની બોલિંગમાં આઉટ થયો હતો. તેણે 53 બોલનો સામનો કરતા 5 બાઉન્ડ્રી અને 1 છગ્ગો ફટકાર્યો હતો. ડુ પ્લેલિસ આઉટ થયો ત્યારે આફ્રિકાનો સ્કોર 147 રન હતો. ત્યારબાદ ડુસેન અને મિલરે ચોથી વિકેટ માટે 55 રનની ભાગીદારી કરીને ટીમનો સ્કોર 200ને પાર પહોંચાડ્યો હતો. ડેવિડ મિલરને મુસ્તફિઝુર રહમાને આઉટ કરીને આફ્રિકાને ચોથો ઝટકો આપ્યો હતો. મિલરે 43 બોલમાં 38 રનનું યોગદાન આપ્યું હતું. આફ્રિકાએ 228ના સ્કોર પર પાંચમી વિકેટ ગુમાવી હતી. ત્યારે ડુસન 38 બોલમાં 41 રન બનાવી બોલ્ડ થયો હતો. સૈફુદ્દીને ફેહલુકવાયો (8)ને આઉટ કરીને આફ્રિકાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. 

ત્યારબાદ મોરિસ (10) અને ડ્યુમિની (45)ને મુસ્તફીઝુરે પેવેલિયન પરત મોકલીને આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવી દીધું હતું. 

બાંગ્લાદેશ તરફથી મુસ્તફીઝુરે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય સૈફુદ્દીનને 2 તથા મેહદી હસન અને શાકિબ અલ હસનને એક-એક સફળતા મળી હતી. 

બાંગ્લાદેશે વનડેમાં પોતાનો જૂનો રેકોર્ડ તોડ્યો
બાંગ્લાદેશે વનડેમાં પોતાના સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. તેનો આ પહેલાનો સર્વોચ્ચ સ્કોર 6 વિકેટ પર 329 રન હતો. તો આ મેચમાં બાંગ્લાદેશે 50 ઓવરમાં 300 રન બનાવ્યા હતા.  આ પાકિસ્તાન વિરુદ્ધ 2015માં બનાવ્યો હતો. બાંગ્લાદેશ આ વિશ્વકપમાં 300+ રન બનાવનારી પ્રથમ એશિયન ટીમ છે. આ સિવાય માત્ર ઈંગ્લેન્ડની ટીમે 300+ રન બનાવ્યા છે. તેણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચમાં 311 રન બનાવ્યા હતા. 

શાકિબ-રહીમે પાંચમી વખત કરી સદીની ભાગીદારી
બાંગ્લાદેશ માટે મુશફિકુર રહીમે 80 બોલ પર 78 રન બનાવ્યા હતા. તો શાકિબ અલ હસને 75 રનનું યોગદાન આપ્યું હતું. તેણે ત્રીજી વિકેટ માટે રહીમની સાથે 142 રનની ભાગીદારી કરી હતી. શાકિબ-રહીમે પાંચમી વખત વનડેમાં સદીની ભાગીદારી કરી હતી. મહમૂદુલ્લાહે અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરીને 33 બોલમાં અણનમ 46 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે ક્રિસ મોરિસ, એન્ડીલે ફેહલુકવાયો અને ઇમરાન તાહિરે બે-બે વિકેટ ઝડપી હતી. 

તમીમ-સૈમ્યએ પ્રથમ વિકેટ માટે 60 રન જોડ્યા
ઓપનર તમીમ ઇકબાલ 16 રન બનાવીને ફેહલુકવાયોના બોલ પર આઉટ થયો હતો. તેણે સૈમ્ય સરકારની સાથે પ્રથમ વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. સૈમ્ય 42 રન બનાવીને ક્રિસ મોરિસની બોલિંગમાં આઉટ થયો હતો. મોહમ્મદ મિથુન 21 બોલ પર 21 રન બનાવી આઉટ થયો હતો. તેને તાહિરે બોલ્ડ કર્યો હતો. તાહિરની આ 100મી વનડે મેચ હતી. મોસાદેક હુસૈન 20 બોલમાં 26 રન ફટકારીને મોરિસની ઓવરમાં આઉટ થયો હતો. તેણે મહમૂદુલ્હાની સાથે છઠ્ઠી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news