Watch Video: મેચ દરમિયાન ખેલાડીનો આવ્યો હાર્ટ એટેક, મેદાન પર જ થયું મોત

 રમતપ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જોકે અલ્જીરિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન મેદાનમાં જ એક ખેલાડીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ખેલાડીનું નામ છે સોફિયાન લોકર (Sofiane Lokar) છે.

Watch Video: મેચ દરમિયાન ખેલાડીનો આવ્યો હાર્ટ એટેક, મેદાન પર જ થયું મોત

Algerian Footballer Sofiane Lokar Died:  રમતપ્રેમીઓ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. જોકે અલ્જીરિયામાં એક ફૂટબોલ મેચ દરમિયાન મેદાનમાં જ એક ખેલાડીનું હાર્ટ એટેકથી મોત થયું હતું. આ ખેલાડીનું નામ છે સોફિયાન લોકર (Sofiane Lokar) છે. મેચ દરમિયાન સોફિયાન લોકર (Sofiane Lokar) પોતાની જ ટીમના ગોલકીપર સાથે ટકરાઈ ગયા હતા. ત્યારબાદ તેને હાર્ટ એટેક આવ્યો અને તે મેદાનમાં જ મૃત્યુ પામ્યો.

જોકે અલ્જીરિયામાં લીગ-2 ટૂર્નામેન્ટ રમાઈ રહી છે. આ જ ટૂર્નામેન્ટમાં Mouloudia Saida અને ASM Oran ક્લબ વચ્ચેની મેચમાં આ ઘટના બની હતી. સોફિયાન લોકર (Sofiane Lokar) આ મેચમાં Mouloudia Saida તરફથી રમી રહ્યા હતા.

Sağlık görevlilerinin saha içerisindeki müdahalesi...https://t.co/CN6oQH6moppic.twitter.com/vNcW48CdqP

— SuperHaber Spor (@superhaberspor) December 25, 2021

ટકરાયાના 10 મિનિટ બાદ આવ્યો હાર્ટ એટેક
તમને જણાવી દઈએ કે મેચ દરમિયાન સોફિયાન લોકર (Sofiane Lokar) પોતાની જ ટીમના ગોલકીપર સાથે ટકરાયા હતા, ત્યારબાદ ફિઝિયો દ્વારા તેની સારવાર કરવામાં આવી હતી અને તે પછી તે મેદાન પર રમવા માટે પાછો ફર્યો હતો, પરંતુ લગભગ 10 મિનિટ પછી તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું.

What is happening?!! This is not normal! pic.twitter.com/IT1O38l1wP

— Melly (@Belondyy) December 26, 2021

Sofiane Lokar ના મૃત્યુ બાદ બંને ટીમના ખેલાડીઓ રડવા લાગ્યા હતા અને બધાની હાલત ખરાબ હતી. આ પછી મેચ રદ્દ કરવામાં આવી હતી. તેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news