દેવધર ટ્રોફીમાં રહાણે ફેલ, ભારત સીને હરાવી ભારત બી ફાઇનલમાં

દેવધર ટ્રોફીમાં રહાણે માત્ર 31 રન બનાવી શક્યો હતો. ભારત બીએ દેવધર ટ્રોફીના ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. 

દેવધર ટ્રોફીમાં રહાણે ફેલ, ભારત સીને હરાવી ભારત બી ફાઇનલમાં

નવી દિલ્હીઃ ભારત બીએ બુધવારે અહીં ભારત સીને 30 રને હરાવીને દેવધર ટ્રોફીના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. હનુમા વિહારીની સંઘર્ષપૂર્ણ અડધી સદીની મદદથી ભારત બીએ 50 ઓવરમાં નવ વિકેટે 231 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતની સી ટીમ 48.2 ઓવરમાં 201 રન પર આઉટ થઈ ગઈ હતી. ભારત બી તરફથી કૃષ્ણપ્પા ગૌતમ અને મનોજ તિવારીએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

ભારત સીના કેપ્ટન રહાણેનો સંઘર્ષ જારી રહ્યો. તે 61 બોલમાં 31 રન બનાવી શક્યો હતો. ડાબોડી સ્પિનર શાહબાજ નદીમે ભારતીય ટેસ્ટ વાઇસ કેપ્ટનને ખુલીને રમતા રોકી રાખ્યો હતો. 

કોઈ ઈનિંગ રમવામાં નિષ્ફળ
રાષ્ટ્રીય પસંદગી સમિતિના ત્રણ સભ્યોની આ મેચ પર નજર હતી પરંતુ રહાણે તેને પ્રભાવિત કરવામાં અસફળ રહ્યો હતો. આખરે ગૌતમે તેની સંઘર્ષપૂર્ણ ઈનિંગનો અંત કર્યો જેના બોલ પર તિવારીએ કેચ ઝડપ્યો હતો. શુભમાન ગિલ (35), સૂર્યકુમાર યાદવ (39) અને વિજય શંકર (35) સારૂ શરૂઆતને મોટા સ્કોરમાં પરિવર્તિત કરવામાં અસફળ રહ્યાં હતા. 

વિહારીને વધુ એક અડધી સદી
આ પહેલા વિહારી (76) સતત બીજી અડધી સદીની મદદથી ભારત બીએ પાંચ વિકેટ પર 90 રનના સ્કોરથી પડકારજનક સ્કોર બનાવ્યો હતો. વિહારીએ પોતાની ઈનિંગમાં છ બાઉન્ટ્રી ફટકારી હતી. વિહારીએ અંકુશ બૈંસ (25)ની સાથે 60 રન જોડ્યા હતા. તે નવમાં બેટ્સમેનના રૂપમાં આઉટ થયો હતો. જયદેવ ઉનડકટ (15) અને શાહબાજ નદીમ (19) અંતિમ વિકેટ માટે 36 રન જોડ્યા હતા. ભારત સી તરફથી રજનીશ ગુરબાની અને પપ્પૂ રાયે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

ભારત બીની ભારત એ પર 43 રને જીત
આ પહેલા મંગળવારે ભારત બીએ ભારત એને 43 રને હરાવ્યું હતું. ભારત બીએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 8 વિકેટે 261 રન બનાવ્યા જેના જવાબમાં ભારત એ ટીમ 218 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. ભારત એ માટે કેપ્ટન દિનેશ કાર્તિકે 99 તથા અશ્વિને 54 રન ફટકાર્યા હતા. આ મેચમાં 32 રન આપીને ત્રણ વિકેટ ઝડપનાર નદીમને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news