મુંબઈ ઈન્ડિયન્સમાં બધું બરાબર નથી? હાર્દિક પંડ્યાના ઘરવાપસી બાદ જસપ્રિત બુમરાહનો રહસ્યમય મેસેજ વાયરલ

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે. તેમાં લખવામાં આવેલા મેસેજને હાર્દિક પંડ્યા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિકને ગુજરાત ટાઈટન્સ સાથે ટ્રેડ કર્યો છે. 

મુંબઈ ઈન્ડિયન્સમાં બધું બરાબર નથી? હાર્દિક પંડ્યાના ઘરવાપસી બાદ જસપ્રિત બુમરાહનો રહસ્યમય મેસેજ વાયરલ

મુંબઈઃ એક તરફ હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાવાને ઘર વાપસી ગણાવી ખુબ ખુશ થઈ રહ્યો છે તો બીજીતરફ જસપ્રીત બુમરાહની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ટીમના ફાસ્ટ બોલરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જે ફેન્સના મનમાં ઘણા સવાલ ઉભા કરી રહી છે. દરેક સવાલનો જવાબ બુમરાહ પર જઈને ખતમ થઈ રહ્યો છે. 

હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સાઇન કરાયા બાદ બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક મેસેજ પોસ્ટ કર્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- મૌન ક્યારેક-ક્યારેક સૌથી સારો જવાબ હોય છે. બુમરાહ દ્વારા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેને પોસ્ટ કર્યા બાદ પ્રશંસકો અટકળો લગાવી રહ્યાં છે. કેટલાક પ્રશંસકોનું માનવું છે કે બુમરાહની કેપ્ટન બનવાની મહત્વાકાંક્ષા હતી તેથી તે થોડો નિરાશ છે. 

jasprit_bumrah_story_0.

માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા વર્તમાનમાં ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન છે અને આવનારા સમયમાં હાર્દિક પંડ્યા તેની જગ્યા લઈ શકે છે. હાર્દિકની આગેવાનીમાં ગુજરાત ટાઈટન્સની ટીમે એકવાર ટ્રોફી જીતી જ્યારે પાછલા વર્ષે ટીમ રનર્સઅપ રહી હતી. આઈપીએલ 2024 માટે યોજાનાર ઓક્શન પહેલા મુંબઈ ઈન્ડિયન્સે કેશ ડીલમાં તેને ગુજરાત ટાઈટન્સથી ટ્રેડ કર્યો છે. આ સમાચારે બધાને ચોકાવી દીધા, કારણ કે હાર્દિક તે ટીમનો કેપ્ટન હતો. 

હવે દરેકનું માનવું છે કે હાર્દિક મુંબઈનો કેપ્ટન બની શકે છે, જ્યારે રોહિત બાદ જસપ્રીત બુમરાહને ટીમના આગામી કેપ્ટનના રૂપમાં જોવામાં આવી રહ્યો હતો. તેવામાં ફેન્સનું માનવું છે કે તે હાર્દિકને કારણે કેપ્ટન બની શકશે નહીં. બીજીતરફ રિપોર્ટ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આઈપીએલ ફ્રેન્ચાઇઝીને અનફોલો કરી દીધી છે. પરંતુ તે ભારતીય ટીમમાં પોતાના સાથી હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને ફોલો કરે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news