IPL 2020: દુબઈ પહોંચ્યો એબી ડિવિલિયર્સ, જાણો કઈ વાતની જોઈ રહ્યો છે રાહ
AB de Villiers, Dale Steyn, Chris Morris join RCB squad: એબી ડિવિલિયર્સ, ડેલ સ્ટેન અને ક્રિસ મોરિસ શનિવારે દુબઈ પહોંચ્યા છે. તેઓ અહીં આરસીબી સાથે જોડાય ગયા છે.
Trending Photos
દુબઈઃ સાઉથ આફ્રિકાના 3 ધુરંધર ખેલાડી એબી ડિવિલિયર્સ, ડેલ સ્ટેન અને ક્રિસ મોરિસ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020 માટે દુબઈ પહોંચી ગયા છે. તેઓ અહીં પોતાની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) સાથે જોડાઈ ગયા છે. કોવિડ-19 મહામારીને કારણે આ વખતે ટી20 લીગની 13મી સીઝનનું આયોજન યૂએઈના દુબઈ, અબુધાબી અને શારજાહમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર વચ્ચે રમાશે. આ ખેલાડીઓના અહીં પહોંચવાનો વીડિયો આરસીબીએ પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે.
ડિવિલિયર્સે કહ્યુ, 'હું ખુબ ઉત્સાબિત છું, અહીં આવીને ખુશ છું. યાત્રા સામાન્યથી થોડી અલગ હતી પરંતુ અમે તેને અમારા આફ્રિકી મિત્રો સાથે પૂરી કરી. અમે આરસીબી પરિવારમાં પરત આવીને ખુશ છીએ. હું મારી કોવિડ-19 કપાસની રાહ જોઈ રહ્યો છું.' વિશ્વની સૌથી મોટી ટી20 લીગ માટે ચેન્નઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ, કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સના બધા ખેલાડી શુક્રવારે યૂએઈ પહોંચી ગયા છે.
And here it is RCB fans, the moment you’ve all been waiting for! 🤩@ABdeVilliers17, @DaleSteyn62 and @Tipo_Morris have joined the team in Dubai! 😎#PlayBold #TravelDay #IPL2020 pic.twitter.com/l0n09ZV5Jb
— Royal Challengers Bangalore (@RCBTweets) August 22, 2020
સ્ટેને કહ્યુ, 'ગરમીમાં રમવું રસપ્રદ થવાનું છે. અમે સવારે 3 કલાકે અહીં પહોંચ્યા પરંતુ તે સમયે પણ બહાર સ્થિતિ ગરમી જેવી હતી. આગળ જુઓ આગામી સપ્તાહમાં કેવી સ્થિતિ રહેશે.' આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી ખુદ અલગથી બીસીસીઆઈની એસઓપી પ્રમાણે અહીં પહોંચ્યો હતો.
IPL: ઈન્ડિયન પ્રીમિયર લીગના ઈતિહાસની 3 સૌથી મોટી ભાગીદારીઓ
મોરિસે અહીં પહોંચવા પર કહ્યુ, 'અમે જે રમતને પ્રેમ કરીએ છીએ, તેને અમે ઘણા સમયથી રમ્યા નથી. આ પડકારજનક છે પરંતુ અમે ઉત્સાહિત અને ઈમાનદારીથી કહું તો થોડા ડરેલા છીએ.' ખેલાડીઓની સુરક્ષા માટે આરસીબીએ હોટેલની એક વિંગ બુક કરી છે, જેમાં આશરે 150 રૂમ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે