Test Match: 147 વર્ષ બાદ બન્યો નવો રેકોર્ડ, સિરાજ બાદ બુમરાહે મચાવ્યો તરખાટ

IND vs SA 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમને કેપટાઉન ટેસ્ટ જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારત આ ટાર્ગેટ પૂરો કરી ટેસ્ટ મેચ જીતી લેતાં 147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો નવો રેકોર્ડ બની ગયો છે. આ ટેસ્ટ મેચ બોલરોની સાબિત થઈ છે. સિરાઝ બાદ બુમરાહે નવો રેકોર્ડ બનાવ્યો છે. 
 

Test Match: 147 વર્ષ બાદ બન્યો નવો રેકોર્ડ, સિરાજ બાદ બુમરાહે મચાવ્યો તરખાટ

કેપટાઉનઃ ભારતીય ક્રિકેટ ટીમે સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં પોતાનું કરિશ્માઈ પ્રદર્શન જારી રાખ્યું છે. ભારતે યજમાન દક્ષિણ આફ્રિકાને પ્રથમ દાવમાં 55 રન અને બીજા દાવમાં 176 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં 153 રન બનાવ્યા હતા. હવે તેને જીતવા માટે 79 રનનો ટાર્ગેટ મળ્યો હતો આ ટાર્ગેટને ભારતે માત્ર 12 ઓવરમાં હાસિલ કરી લીધો છે.  ભારતે આ મેચ 12 ઓવર પહેલાં જીતી લેતાં 147 વર્ષના ક્રિકેટ ઈતિહાસમાં સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો નવો રેકોર્ડ બની ગયો છે. 

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી બીજી ટેસ્ટ બેટ્સમેનો માટે કબર સાબિત થઈ છે. મેચના પ્રથમ દિવસે 23 વિકેટ પડી હતી. દક્ષિણ આફ્રિકાએ 13 અને ભારતે 10 વિકેટ ગુમાવી હતી. પહેલાં દિવસની જેમ બીજા દિવસે પણ બોલરોનો દબદબો રહ્યો હતો. ભારતે ફરી એકવાર દક્ષિણ આફ્રિકાને 176 રનમાં ઓલઆઉટ કરી દીધું છે. માર્કરામે સદી ફટકારતાં આફ્રીકા 176 રન બનાવી શક્યું હતું.

મેચના અત્યાર સુધીમાં કુલ 95 ઓવર નાખવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાનો પ્રથમ દાવ 23.2 ઓવર અને બીજો દાવ 36.5 ઓવર સુધી મર્યાદિત રહ્યો હતો. ભારતે પ્રથમ દાવમાં 34.5 ઓવર બેટિંગ કરી હતી. જ્યારે બીજી ઈનિંગમાં ભારતે 12 ઓવરમાં લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. એટલે કે કેપટાઉન ટેસ્ટ માત્ર 106.2 ઓવરમાં પૂર્ણ થઈ ગઈ છે અને આ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસની સૌથી નાની મેચ બની ગઈ છે. 

હાલમાં, ક્રિકેટ ઈતિહાસની સૌથી ટૂંકી મેચનું પરિણામ 1932માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં આવ્યું હતું. મેલબોર્નમાં રમાયેલી આ મેચ માત્ર 109.2 ઓવરમાં એટલે કે 656 બોલમાં પૂરી થઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ આ મેચ ઇનિંગ્સના અંતરથી જીતી હતી. જો કે, ક્રિકેટની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝની છે. 1907ની આ મેચમાં માત્ર 10 બોલ જ નાખી શકાયા હતા. દેખીતી રીતે આ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું.

ભારતીય ટીમ અત્યાર સુધી કેપટાઉનમાં એક પણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. જો તે આ વખતે દક્ષિણ આફ્રિકાને હરાવશે તો આ મેદાન પર ભારતીય ટીમની આ પ્રથમ ટેસ્ટ જીત હશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news