કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો હતો ઉત્તરાયણનો દિવસ, જાણો શું છે રોચક ઈતિહાસ?

Bhishma Pitamah: આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.

કેમ દેહત્યાગ માટે ભીષ્મ પિતામહે પસંદ કર્યો હતો ઉત્તરાયણનો દિવસ, જાણો શું છે રોચક ઈતિહાસ?

ઝી બ્યુરો/અમદાવાદઃ પવન કઈ બાજુનો છે, પતંગની કિન્ના બાંધી, ચલ ધાબે પતંગ ચગાઈએ, લછ્છો, પીલ્લું, લંગસ્યું, શેરડી, બોર, શીંગની ચીકી, તલની ચીકી, ફિરકી, દોરી આ બધા શબ્દો સાંભળીને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ઉત્તરાયણની વાત કરવાના છે ઉત્તરાયણનો તહેવાર આપણે કેમ મનાઈએ છે એ તો ઘણા લોકોને ખ્યાલ છે અને ઉત્તરાયણના તહેવારની ઉજવણી કેમ થાય છે એતો તમને જણાવાની જરૂર જ નથી કેમ કે તમે તેની ઉજવણી કરો જ છો પણ આજે હું તમને એ જણાવીશ કે ઉત્તરાયણમાં કેમ પતંગ ચગાવાય છે પતંગ શબ્દ ક્યાંથી આવ્યો, મકરસંક્રાંતી અને ઉત્તરાયણ અલગ છે કે નહીં.ક્યાં કયા નામથી ઓળખાય છે ઉત્તરાયણ. ઉત્તરાયણના પર્વ સાથે સંકળાયેલી રસપ્રદ વાતો તમને આ આર્ટીકલમાં જાણવા મળશે.

પતંગ શબ્દ ક્યાંથી આવ્યો
ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે.આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારુ હોવાથી લોકો આખોદિવસ પતંગ ચગાવે છે અને સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ કરે છે.

ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ
આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે પણ પતંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે. ઉત્તરાયણનો ઇતિહાસ જાણવો હોય તો પતંગનો ઇતિહાસ પણ જાણવો પડે. પતંગ ચગાવવાની શરૂઆત ચીનમાં આશરે 3000 વર્ષ પહેલાં થઈ હતી.પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો.ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગનાં ચિત્રો જોવા મળ્યાં છે. તે વખતે વનસ્પતિના મોટાં-મોટાં પાંદડાંઓમાંથી પતંગ બનાવવામા આવતો હતો.પતંગની શોધ કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી પરંતું હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બન્યું છે.

પતંગનો ક્યાંરે કેવી રીતે થયો ઉપયોગ
1) તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે જી હા 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલીઓ ચોરી ગયો હતો.
2) 1984માં ચેકોસ્લોવેકિયાનો એક પંદર વર્ષનો છોકરો પતંગના અને હોન્ગગ્લાઈડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાથી નાસી છૂટ્યો હતો.
3) ઈ.સ.1749માં સ્કેટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના બે શિક્ષકો એલેક્ઢાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલવિલેએ 6 પતંગ એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું,થર્મોમીટર બાંધી વાદળનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવી હતી.
4) એવું કહેવાય છે કે શરૂઆતમાં યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલાવવા,બે સ્થળો વચ્ચેનું અંતર માપવા કે પવનની દિશા અને ઝડપ જાણવા પતંગનો ઉપયોગ થતો.
5) વૈજ્ઞાનિક સંશોધનમાં અને માણસને આકાશમાં ઉડાવવા પતંગનો ઉપયોગ થયો છે.એવું કહેવાય છે કે પશ્ચિમના દેશોમાં અને ખાસ કરીને અમેરિકામાં જે વિશાળ કદના હેન્ગગ્લાઈડરો બન્યા છે તે પતંગની સુધારેલી આવૃતિ છે.
6) ઈ.સ. 900માં કોરિયા અને રશિયાના તત્કાલીન સેનાપતિઓએ દુશ્મનોની સેનાને ડરાવવા માટે પતંગ સાથે હથિયારધારી ઘોડેસવાર માણસનાં પૂતળાં બાંધીને દુશ્મનોના વિસ્તાર તરફ ઉડાવ્યા હતા.આ પ્રયોગથી દુશ્મનોમાં ખળભળાટ ફેલાયો હતો અને તેનો લાભ પણ સેનાપતિને મળ્યો હતો.
7) ઈ.સ.1827માં જ્યોર્જ પોકોક નામના એક અંગ્રેજે પતંગોના સહારે એક ગાડી દોડાવી હતી.
8) એક અમેરિકને 1810માં 24 હજાર ફૂટ ઊંચે પતંગ ચગાવીને બતાવ્યો હતો તેના પરથી એક વૈજ્ઞાનિકે સંશોધન કરીને ઉપયોગી તારણો પણ કાઢ્યા હતા.
9) વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવીને ઈંગ્લિશ ચેનલ પાર કરી હતી.
10) પતંગની શોધનો દાવો કરનારા ગ્રીકો અને ચીનીઓની માન્યતા પ્રમાણે સૌપ્રથમ પતંગ હકીમલ કમાન નામના માણસે બનાવ્યો હતો. સૈપ્રથમ ચીનમાં ડ્રેગન નામનો પતંગ બનાવાયો હતો.
11) ચીન,કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો.

ક્યાં ક્યા નામથી ઓળખાય છે સંક્રાંતઃ

  • હિમાચલ પ્રદેશ   લોહડી અથવા લોહળી
  • પંજાબ   લોહડી અથવા લોહળી
  • બિહાર સંક્રાંતિ
  • આસામ   ભોગાલી બિહુ
  • પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા મકરસંક્રાંતિ
  • ગુજરાત અને રાજસ્થાન મકરસંક્રાંતિ
  • મહારાષ્ટ્ર સંક્રાંત
  • આંધ્ર પ્રદેશ તેલુગુ
  • તામિલ નાડું પોંગલ
  • કર્ણાટક સંક્રાન્થી
  • થાઇલેન્ડ સોંગ્ક્રાન
  • મ્યાનમાર થિંગયાન

નબળા બાંધકામની ખૂલી પોલ! રાજકોટમાં આધુનિક ST બસપોર્ટમાં છતમાંથી ટપકી રહ્યું છે પાણી

ક્યાં કેવી રીતે મનાવાય છે પોંગલનો તહેવાર
તમિલનાડુંમાં ઉત્તરાયણ પોંગલના રૂપમાં મનાવાય છે.સૌરપંચાગ અનુસાર આ તહેવાર પહેલી જાન્યુઆરીએ આવે છે.પોંગલ ખેડૂતોનો તહેવાર છે.ત્રણ દિવસના આ તહેવારમાં ખેડૂતો પહેલા દિવસે કચરો ભેગો કરી શળગાવે છે.બીજા દિવસે લશ્રમીની પૂજા કરે છે અને ત્રીજા દિવસે પશુધનની પૂજા કરે છે.શીખ પરિવારો આ પર્વને લોહડી તરીકે ઉજવે છે.

કેવી રીતે મનાવાય છે લોહળીનો તહેવાર
રાત્રિના સમયે ખુલ્લી જગ્યામાં પરિવાર અને આસપાસના લોકો સાથે મળીને આગ પ્રગટાવીને બેઠક કરાય છે.આ સમયે લાવા,મગફળી,ખેડી જેવી ખાદ્યવસ્તુઓ ખાવામાં આવે છે.

કેવી રીતે મનાવાય છે ભોગાલી બિહુ
ભોગાલી બિહુ અસમમાં મનાવવામાં આવે છે.આ સમયમાં ખેતરમાં સારો પાક ઉગે છે જેની ઉજવણીના ભાગ રૂપે ઉલ્લાસમાં ગીતો ગાઈને આ પર્વની ઉજવણી કરાય છે.

મકર સંક્રાંતિ અને ઉત્તરાયણમાં છે ફરક?
સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધન રાશીમાંથી મકર રાશીમાં પ્રવેશે ત્યારે મકર સંક્રાંતિ શરૂ થાય છે, જે 14 જાન્યુઆરીની આસપાસ આવે છે. ઇ.સ. 2016ના વર્ષમાં ખગોળીય દૃષ્ટીએ મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યઆરીના દિવસે હતી.એટલે મકર સંક્રાંતિ 14મી તારીખે હોય તેવું જરૂરી નથી પરતુ ઉતરાયણ 14 તારીખે જ મનાવવામાં આવે છે.

ઉત્તરાયણનું ધાર્મીક મહત્વ
મકર સંક્રાંતિનો દિવસ જુનુ ત્યજીને નવું અપનાવાનો છે.ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે.આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે.મકર સંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ દાન કરાય છે..નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે.આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે,કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે.

તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છોઃ
માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઇએ. ધર્મ ગ્રંથો પ્રમાણે આ દિવસે તલનું દાન કરવાથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર તો થાય છે, સાથે જ તલ દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે. જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે.

દેવતાઓના દિવસની શરૂઆતઃ
આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉત્તરાયણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે. જેના કારણે આ પર્વનું ખાસ મહત્વ છે. ખરમાસના કારણે 16 ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર સંક્રાંતિ પછી શરૂ થઇ જશે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત શરૂ થાય છે.

ભીષ્મ પિતામહે દેહત્યાગ માટે કેમ ઉત્તરાયણનો દિવસ જ પસંદ કર્યો હતોઃ
માન્યતા છે કે મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા પ્રમાણે  સૂર્યના ઉત્તરાયણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઇચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહ જે પહેલાં દેવવ્રત તરીકે ઓળખાતા હતા, તેમના માતા ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ-પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા હતાં.

મકર સંક્રાંતિના દિવસે અલગ-અલગ જગ્યાએ થાય છે મેળા
મકર સંક્રાંતિ પર ઘણા મેળાઓ યોજાય છે, ખૂબજ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે જે દર બાર વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે. માઘ મેળોએ મીની કુંભ મેળો છે જે દર વર્ષે પ્રયાગમાં યોજાય છે.ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે ત્યાં યોજાય છે.કેરળનાં સબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં 'મકર વિલક્કુ' ઉત્સવ પછી 'મકર જ્યોથી' નાં દર્શન કરાય છે.

ઉત્તરાયણનું ભૌગોલિક મહત્વ
ઉત્તરાયણની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ. ઉત્તરાયણના દિવસની રાત આ વર્ષની રાત્રિઓ કરતા લાંબી હોય છે.ઉત્તરાયણના દિવસની રાત્રિ 13 કલાક અને 12 મિનિટની હોય છે.ઉત્તરાયણનો દિવસ 10 કલાક અને 48 મિનિટનો હોય છે.21 જૂનનો દિવસ દક્ષિણાયનના દિવસ તરીકે ઓળખાય છે. 21 જૂને સૌથી લાંબો દિવસ હોય છે જ્યારે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રિ હોય છે.સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતાં હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિઓનો સમય હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news