Vastu Tips: ભૂલથી પણ ના નાખવું જોઈએ ગરમ તવા પર પાણી, ભોગવવું પડશે મોટું નુકસાન
Vastu Tips: હંમેશા ઘરમાં ગરમ તવા પર પાણી નાખવાનો ઈનકાર કરવામાં આવે છે, જેને કેટલાક લોકો અંધવિશ્વાસ સમજે છે. જોકે આનાં પાછળ એક કારણ પણ છે.
Trending Photos
Vastu Tips For Kitchen: દરેક ધર્મની પોતાનીએ અલગ રીતભાત હોય છે. દરેક ધર્મના પોતાના નિયમો હોય છે. જોકે, હિન્દી ધર્મમાં એવા ઘણાં નિયમો છે જેની સીધી લેવડ-ધેવડ તમારા જીવન સાથે જોડાયેલી છે. હિંદુ ધર્મ અનુસાર ઘરોમાં ઘણી રીત-રિવાજને માનવામાં આવે છે, જેના પાછળ કોઈ કારણ અથવા તો કોઈ તર્ક હોય છે. પરંતુ આ રિવાજોને લગભગ તમામ ઘરોમાં માનવામાં આવે છે. (Hot Tawa) હંમેશા તમે ઘરમાં મા, દાદી, નાની અથવા કોઈ અન્ય વૃદ્ધ વ્યક્તિના મોઢેથી સાંભળ્યું હશે કે ગરમ તવા પર પાણી ન નાખવું જોઈએ. આ વાતને કેટલાક લોકો અંધવિશ્વાસ ગણે છે પરંતુ હકીકત એ છેકે આ રિવાજ વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલો છે. આવો જાણીએ શું છે આના પાછળનું સાચું કારણ?
જાણો શું છે કારણ?
વાસ્તુશાસ્ત્ર અનુસાર ભોજન બનાવ્યા બાદ ક્યારેય ગરમ તવા પર પાણી ન નાખવું જોઈએ. કેમ કે આનાથી મુશળધાર વરસાદ થાય છે અને તે તબાહીનું કારણ બની શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જ્યારે ગરમ તવા પર પાણી નાખવામાં આવે છે તો તેમાંથી છન્ન અવાજ આવે છે જે ઘરમાં નકારાત્મકતાનું કારણ બની શકે છે. એટલે કે આનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.
એ પણ માન્યતા છેકે ગરમ તવા પર પાણી નાખવાથી ઘરમાં સમસ્યાઓ પ્રવેશ કરે છે અને આર્થિક કટોકટીનો પણ સામનો કરવો પડે છે.
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ખુશાલી અને સમ્પન્નતા બનેલી રહે તો ક્યારેય ગરમ તવા પર પાણી ન નાખવું જોઈએ.
વાસ્તુ ટિપ્સ અનુસાર રોટલી બનાવતા પહેલાં તવા પર નમક છાંટવું જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય અન્ન-ધનની અછત નહીં સર્જાય.
એ પણ કાળજી રાખો કે રસોઈઘરમાં ક્યારે તવાને ઊંધો ન રાખવો જોઈએ. વાસ્તુ અનુસાર આવું કરવાથી નકારાત્મકતા આવે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોઈઘરમાં તવાને એવી જગ્યાએ રાખવો જોઈએ જ્યાંથી કોઈ બહારનો વ્યક્તિ ન જોઈ શકે.
(નોંધઃ- અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી અને માન્યતાઓ પર આધારિત છે. ઝી મીડિયાએ અંગેની પુષ્ટી કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે