સ્વામીનારાયણ સાધુના મનમાં વાસના સળવળી, કિશોરો પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની માંગ કરી

ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ચર્ચામાં આવ્યા છે. ગારીયાધારની ગુરુકુલ ખાતે ન્હાવા ગયેલ વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. ગારીયાધારના ગુરુકુલમાં ન્હાવા પડેલ માસુમ કિશોરો પાસે ગુરુકુલના કોઠારીએ ન્હાવાના બદલામાં રૂપિયા માંગતાં રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કિશોર પાસે માંગ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ગુરુકુલ ખાતે સ્વામી પાસે ચર્ચા માટે જતા તેઓને માર માર્યો હતો. આ બાબતે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 
સ્વામીનારાયણ સાધુના મનમાં વાસના સળવળી, કિશોરો પાસે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની માંગ કરી

નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના ગારીયાધાર તાલુકામાં સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુ ચર્ચામાં આવ્યા છે. ગારીયાધારની ગુરુકુલ ખાતે ન્હાવા ગયેલ વ્યક્તિ પાસે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીએ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની માંગણી કરતા વિવાદ સર્જાયો છે. ગારીયાધારના ગુરુકુલમાં ન્હાવા પડેલ માસુમ કિશોરો પાસે ગુરુકુલના કોઠારીએ ન્હાવાના બદલામાં રૂપિયા માંગતાં રૂપિયા ન હોય તો સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની કિશોર પાસે માંગ કરી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ બાબતની જાણ યુવકના પિતાને થતા તેઓ ગુરુકુલ ખાતે સ્વામી પાસે ચર્ચા માટે જતા તેઓને માર માર્યો હતો. આ બાબતે ગારીયાધાર પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. 

રમેશ વણઝારાએ કહ્યુ કે, મારા મોટાભાઈનો દીકરો સ્વામીનારાયણ ગુરુકુળ સ્નાનઘાટમાં પુલમાં ન્હાવા ગયા હતા. તેની પાસે રૂપિયા ન હતા, તેથી સ્વામીએ તેમની પાસેથી અભદ્ર માંગણી કરી હતી. બાળકોએ આવીને અમને આખી વાત કહી હતી. તો આ મામલે અમે સ્વામીને ઠપકો આપવા ગયા હતા. પરંતુ તેઓ લાજવાને બદલે ગાજ્યા હતા. તેઓએ વાલીને સાંભળ્યા વગર તેમને માર માર્યો હતો. 

આમ, ગરીયાધાર તાલુકામાં સમગ્ર મુદ્દો ચર્ચાનુ કેન્દ્ર બન્યો હતો. આ અંગે ગારીયાધાર પોલીસ મથકમાં કોઠારી સ્વામી તેમજ એક અજાણ્યા સ્વામી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મંદિરના સ્વામી જ્યારે આવી માંગ કરે તો ચર્ચાનો વિષય બન્યો છે. 

No description available.
 
ભાવનગરના અન્ય સમાચાર
ભાવનગર ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીના અભાવે કોલેજ ઓડીટોરિયમ સિલ કરાયા છે. હાઇકોર્ટ અને સરકારની સૂચનાથી ભાવનગર ફાયર વિભાગ દ્વારા કડકાઈથી અમલવારી શરૂ કરાઈ છે. યુનિવર્સિટી સંચાલિત સર પીપી કોલેજ, એમ.જે કોલેજ અને અટલ ઓડિટોરિયમ સિલ કરાયું છે. ફાયર વિભાગે ફાયર સેફ્ટી ઈન્સ્ટોલ કરવા એક વર્ષ અગાઉ યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી. પરંતુ, એક વર્ષ દરમ્યાન યુનિવર્સિટી દ્વારા ના તો ફાયર સેફ્ટી લગાવાઈ અને ના તો કોઈ જવાબ પાઠવાયો. સરકાર પાસે ફાયર સેફ્ટી માટે ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઈ હતી, પરંતુ શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે ગ્રાન્ટ ના ફાળવાઇ. જેથી ફાયર સેફ્ટીના અભાવે ફાયર વિભાગ દ્વારા યુનિવર્સિટી દ્વારા સંચાલિત બે કોલેજ અને ઓડિટોરિયમને સીલ કરી દેવાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news