Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા

Astro Tips: જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જેમકે રવિવારના દિવસે મોટાભાગના લોકો વાળ કપાવવાનું કામ કરે છે પરંતુ રવિવારે વાળ કપાવવાથી સૂર્ય નબળો થાય છે અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે.

Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી,  કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા

Astro Tips: રવિવારનો દિવસ ભગવાન સૂર્યને સમર્પિત હોય છે. આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા અર્ચના કરવાથી ભક્તોની બધી જ મનોકામના પૂર્ણ થાય છે. સૂર્ય કોઈ પણ વ્યક્તિનું ભાગ્ય સૂર્યપ્રકાશની જેમ ચમકાવી શકે છે. સાથે જ જો કુંડળીમાં સૂર્ય મજબૂત ન હોય તો વ્યક્તિને સમસ્યાઓ પણ સહન કરવી પડે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં જો સૂર્ય મજબૂત સ્થિતિમાં હોય તો વ્યક્તિ જીવનમાં રાજા જેવું સુખ સમૃદ્ધિથી ભરપૂર જીવન જીવે છે. પરંતુ જો સૂર્ય અશુભ સ્થિતિમાં હોય તો વ્યક્તિને માન સન્માનની હાનિ પણ સહન કરવી પડે છે. જો તમે સૂર્યદેવને પ્રસન્ન કરવા ઈચ્છો છો તો રવિવારે કેટલાક કામ કરવાનું ટાળવું જોઈએ. રવિવારે આ કામ કરવાથી વ્યક્તિને જીવનમાં ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. 

રવિવારે ન કરવા આ કામ

આ પણ વાંચો:

- રવિવારના દિવસે પશ્ચિમ અને વાયવ્ય દશામાં યાત્રા ન કરવી જોઈએ. જો અનિવાર્ય સંજોગોમાં કરવી પડે તો ઘરેથી દાળિયા ખાઈને નીકળવું.

- રવિવારના દિવસે સૂર્ય સંબંધિત ધાતુ એટલે કે તાંબાને વેચવાથી બચવું. તાંબાની કોઈપણ વસ્તુને રવિવારના દિવસે વેચવાથી સૂર્ય નબળો થાય છે. 

- રવિવારના દિવસે કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. આ દિવસે કાળા કપડા પહેરવાથી દરેક કામમાં નિષ્ફળતા મળે છે. 

- રવિવારે માંસ કે મદીરા નું સેવન કરવાનું પણ ટાળવું જોઈએ. આ દિવસે શનિ સંબંધિત પદાર્થોનું સેવન કરવાથી જીવનમાં સમસ્યા આવે છે.

- રવિવારે ભૂલથી પણ તેલથી માલિશ કરવી નહીં. રવિવાર નો દિવસ સૂર્યનો દિવસ છે અને તેલ શનિથી સંબંધિત હોય છે. 

- રવિવારના દિવસે મોટાભાગના લોકો વાળ કપાવવાનું કામ કરે છે પરંતુ રવિવારે વાળ કપાવવાથી સૂર્ય નબળો થાય છે અને આર્થિક તંગી નો સામનો કરવો પડે છે. 

- રવિવારના દિવસે મોટા ભાગના લોકો મોડે સુધી સુવે છે. આમ કરવાથી તેમનું ભાગ્ય પણ સૂતું રહે છે. કારણ કે રવિવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું જોઈએ જે લોકો સૂર્યોદય પછી પણ સુતા રહે છે તેમનું સૂર્ય નબળો પડે છે.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news