રવિવારે કરેલા આ ઉપાય રાતોરાત બદલી દેશે ભાગ્ય, દુર થશે જીવનની આ સમસ્યાઓ

Spiritual Remedies For Sunday: જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે રવિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

રવિવારે કરેલા આ ઉપાય રાતોરાત બદલી દેશે ભાગ્ય, દુર થશે જીવનની આ સમસ્યાઓ

Spiritual Remedies For Sunday: જ્યોતિષશાસ્ત્રમાં અઠવાડિયાના દરેક દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર રવિવારનો દિવસ સૂર્ય ભગવાનની પૂજા માટે ઉત્તમ ગણાય છે. આ દિવસે સૂર્ય પૂજા કરવામાં આવે તો સૂર્ય દેવની કૃપાથી જીવનની સમસ્યાઓ દુર થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. જ્યોતિષ શાસ્ત્રમાં જીવનમાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે રવિવારે કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાય કરવાથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત થાય છે અને શુભ પરિણામ પ્રાપ્ત થાય છે.

રવિવારે કરો આ ઉપાયો

આ પણ વાંચો:

- સૂર્યદેવની કૃપા મેળવવા માટે રવિવારે સવારે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય ચઢાવો. અર્ઘ્ય અર્પણ કર્યા પછી આદિત્ય હૃદયસ્રોતનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી સંકટનો અંત આવે છે. જો આ ઉપાય નિયમિત રીતે કરવામાં આવે તો વ્યક્તિને કષ્ટમાંથી મુક્તિ મળે છે.

- જો કુંડળીમાં સૂર્યની સ્થિતિ નબળી હોય તો રવિવારે માછલીઓને લોટની ગોળી બનાવીને ખવડાવવાથી શુભ ફળ મળે છે. રવિવાર આ કામ માટે શ્રેષ્ઠ દિવસ છે.

- જો તમારે ધંધામાં અને નોકરીમાં પ્રગતિ કરવી હોય તો રવિવારે વહેતા પાણી ગોળ-ચોખા પધરાવવા જોઈએ. લાલ કિતાબના આ ઉપાયથી વ્યક્તિની આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.

- જો તમે રવિવારે કોઈ ઉપાય કરી શકો તેમ ન હોય તો રવિવારે લાલ રંગના કપડા પહેરવાનું રાખવું. અથવા તમારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખો. તેનાથી સૂર્યની સ્થિતિ અનુકૂળ બને છે.

- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર પાણીનો અભિષેક કરી અને મહાદેવને લાલ રંગના ફૂલ ચઢાવવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં આવેલી કોઈપણ પ્રકારની સમસ્યા દૂર થાય છે.  

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news