Geeta Gyan: વ્યક્તિની આ 4 ઈચ્છા તેને કરે છે બરબાદ, સમય રહેતા સુધરી જવામાં છે ભલાઈ

Geeta Gyan: શ્રીમદ્ભગવત ગીતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ જો આ ચાર વસ્તુની કામના કરે છે તો તેનું જીવન કષ્ટથી ભરાઈ જાય છે. 

Geeta Gyan: વ્યક્તિની આ 4 ઈચ્છા તેને કરે છે બરબાદ, સમય રહેતા સુધરી જવામાં છે ભલાઈ

Geeta Gyan: વ્યક્તિની ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી. પરંતુ જ્યારે વ્યક્તિ બીજાની મહેનતમાં પણ ભાગ લેવાનો વિચારવા લાગે તો તેની બરબાદી નજીક આવી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવત ગીતામાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે કે એ વિચાર ઈચ્છાઓ છે જે વ્યક્તિને બરબાદ કરી શકે છે.

શ્રીમદ્ભગવત ગીતાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ભગવત ગીતામાં ભગવાન કૃષ્ણએ જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ જો આ ચાર વસ્તુની કામના કરે છે તો તેનું જીવન કષ્ટથી ભરાઈ જાય છે. 

ગીતાનો શ્લોક

પરાંગ પર દ્રવ્યાંગ તથૈવ ચ પ્રતિગ્રહમ્
પરસ્ત્રિંગ પર્નિંન્દંગ ચ મનસા ઓપિ બિવર્જાયત

આ પણ વાંચો:

શ્લોકનો અર્થ

ક્યારેય કોઈ બીજા વ્યક્તિનું ભોજન, બીજા વ્યક્તિનું ધન, બીજા વ્યક્તિનું દાન, પરસ્ત્રીની ઈચ્છા અને નિંદા કરવી નહીં.

- ક્યારેય કોઈ વ્યક્તિએ બીજા વ્યક્તિનું ભોજન પોતાનું સમજીને ગ્રહણ કરવું જોઈએ નહીં. વ્યક્તિએ તે અન્નજ ગ્રહણ કરવું જોઈએ જે તેની પોતાની મહેનતથી ખરીદ્યું હોય. 

- જો કોઈ વ્યક્તિ છેતરપિંડી થી અન્ય વ્યક્તિનું ધન લેવાનો પ્રયત્ન કરે કે તેની સંપત્તિ પણ નજર રાખે તો તેણે પોતાની પાસે હોય તે વસ્તુ પણ ગુમાવવાનું વારો આવે છે

- ક્યારે પણ કોઈ વ્યક્તિનો ઉપહાર કે તેના દાનને પોતાનું સમજીને તેની કામના કરવી જોઈએ નહીં.

- પરસ્ત્રીની વાસના કરવી મહાપાપ છે, પોતાના મનમાં જે ભાવનાઓ હોય તેને નિયંત્રણમાં રાખવી જોઈએ. આમ કરે છે તે વ્યક્તિની છબી પણ ખરાબ થાય છે.

- શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાને કહ્યું છે કે ક્યારેય કોઈ વ્યક્તિની નિંદા કરવી જોઈએ નહીં આમ કરવાથી વ્યક્તિ પોતાને જ ગુમાવી બેસે છે. આલોચના કોઈપણ માટે સારી નથી તેનાથી માત્ર નુકસાન જ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news