હળદરના આ 10 ઉપાય તમારા જીવનમાંથી દુ:ખ અને નકારાત્મકતા કરશે દુર, કર્યાની સાથે દેખાશે અસર
Haldi Ke Totke: હળદર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓથી રાહત મળે છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હળદર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે. આજે તમને હળદરના આવા જ 10 અસરકારક ઉપાયો જણાવીએ.
Trending Photos
Haldi Ke Totke: હળદર એવો મસાલો છે જે દરેક ઘરના રસોડામાં હોય જ છે. રસોડાનો આ મસાલો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. હળદરનો ઉપયોગ પૂજા-પાઠમાં પણ કરવામાં આવે છે. રસોઈનો સ્વાદ વધારવા, સ્વાસ્થ્ય સુધારવા ઉપરાંત હળદર જીવનની સમસ્યાઓને પણ દુર કરી શકે છે. ભગવાન વિષ્ણુ અને ગણેશજીને હળદર ખૂબ જ પ્રિય છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ભગવાન બૃહસ્પતિ સાથે છે. હળદર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને જીવનની સમસ્યાઓથી રાહત મળે છે. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. હળદર સંબંધિત કેટલાક ઉપાય કરવાથી વ્યક્તિને જીવનમાં સફળતા મળે છે. આજે તમને હળદરના આવા જ 10 અસરકારક ઉપાયો જણાવીએ.
હળદરના 10 ચમત્કારી ઉપાય
આ પણ વાંચો:
- દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ગુરુવારે હળદરનું દાન કરવું જોઈએ. તેનાથી ગુરૂ ગ્રહ મજબૂત થાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
- એવું માનવામાં આવે છે કે જો ઘરના મુખ્ય દરવાજાની દીવાલ પર હળદર લગાડવામાં આવે તો તે નકારાત્મક ઉર્જાઓને ઘરમાં પ્રવેશતી અટકાવે છે.
- નહાવાના પાણીમાં એક ચપટી હળદર ઉમેરી તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિને કરિયરમાં સફળતા મળે છે.
- જો તમને ખરાબ સપના આવતા હોય કે અજાણ્યો ભય મનમાં રહેતો હોય તો હળદરની એક ગાંઠ પર નાળાછડી બાંધી ઓશિકા નીચે રાખો.
- જો કોઈ કારણસર લગ્નમાં વિલંબ થાય છે તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની છબી પાછળ હળદરની પોટલી બાંધીને રાખી દો.
- કોઈપણ શુભ કાર્યમાં સફળતા મેળવવા માટે ભગવાન ગણેશને હળદરનું તિલક કરો અને પછી આંગળી પર બાકી રહેલી હળદરથી કપાળ પર તિલક કરો. તેનાથી કાર્યમાં સફળતા અને શુભતા પ્રાપ્ત થશે.
- નિયમિત પૂજામાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની મૂર્તિની સામે એક ચપટી હળદર ચઢાવો. તેનાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે - - જો તમારા પૈસા લાંબા સમયથી અટવાયેલા છે તો ચોખાને હળદરથી કલર કરો અને તેને લાલ કપડામાં બાંધીને પર્સમાં રાખો. આ ઉપાય કરવાથી અટકેલું ધન જલ્દી પાછું મળે છે.
- બુધવાર અને ગુરુવારે ભગવાન ગણેશને હળદરની ગાંઠની માળા અર્પણ કરો. તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે.
- હળદરનો એક ટુકડો લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવાથી અને તેની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તિજોરી હંમેશા ધનથી ભરેલી રહે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે