Feng Shui Tips: ફેંગશુઈ હાથીના ફાયદા જાણશો, આજે જ ઘરે લાવશો, ધનના થશે ઢગલા
Feng Shui Resin Elephant: ફેંગશુઈ હાથીને ઘરના મુખ્ય દરવાજા પર રાખવો શુભ છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. જો ઘરનું પ્રવેશદ્વાર મોટું હોય તો હાથીઓની જોડી જેનું મુખ બહાર હોય તે વધારે ફાયદાકારક છે. જો તમારે સૌભાગ્ય વધારવું હોય તો હાથીની મૂર્તિ અંદર મુકો.
Trending Photos
Feng Shui Tips: વાસ્તુશાસ્ત્ર અનુસાર વસ્તુઓને વ્યવસ્થિત રીતે ગોઠવવાના ઘણા ફાયદા છે. આ પ્રકારે ફેંગશુઈનું પણ મહત્વ છે. કહેવાય છે કે તેનાથી સંબંધિત વસ્તુઓનું પાલન કરવાથી ઘરમાંથી ઘણી પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે. ફેંગશુઈ વસ્તુઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે. જોકે, તેમને સંગ્રહિત કરવાની યોગ્ય રીત જાણવી મહત્વપૂર્ણ છે. આજે અમે ફેંગશુઈ હાથીના ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. એવું માનવામાં આવે છે કે હાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. આવો જાણીએ ઘરમાં ફેંગશુઈ હાથી રાખવાના ફાયદા.
નકારાત્મકતા દૂર કરે
ફેંગશુઈ હાથીને ઘરના મુખ્ય દરવાજા પર રાખવો શુભ છે. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે. જો ઘરનું પ્રવેશદ્વાર મોટું હોય તો હાથીઓની જોડી જેનું મુખ બહાર હોય તે વધારે ફાયદાકારક છે. જો તમારે સૌભાગ્ય વધારવું હોય તો હાથીની મૂર્તિ અંદર મુકો.
કાજુ કોને ન ભાવે? જો ખાતા હોય તો જરૂર વાંચજો, આ લોકો માટે ઝેર સમાન છે Cashew!
વરસાદ બાદના ઉકળાટમાં ધડાધડ વેચાઇ રહ્યું છે 500 રૂપિયામાં આ AC, કિંમત ફક્ત 500થી શરૂ
સંબંધોમાં મજબૂતી
ફેંગશુઈ હાથી પતિ-પત્ની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવામાં મદદરૂપ છે. કપલ પોતાના બેડરૂમમાં હાથીની પેન્ટિંગ રાખી શકે છે. આ સાથે હાથીના જોડાની મૂર્તિઓ, ચિત્રો કે ગાદી-કવર પણ રાખી શકાય છે.
Chandrayaan-3: આવી ગયો આતુરતાનો અંત, જો સફળ ઉતરાણ થશે ભારત આવું કરનાર ચોથો દેશ બનશે
થઇ જાવ તૈયાર, 1 જુલાઇથી થવા જઇ રહ્યા છે આ મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર
BJP નેતાઓ વચ્ચે ઝપાઝપી, જૂથવાદમાં ગુજરાતના કોંગ્રેસ કરતાં ખરાબ હાલત, રાજનાથ મૂંઝાયા
વિદ્યાર્થીઓ માટે
જો બાળકને વાંચવાનું મન ન થાય. અથવા મહેનત કર્યા પછી પણ પરિણામ સારું નથી આવતું. તો ફેંગશુઈ હાથીને સ્ટડી ટેબલ પાસે રાખવો જોઈએ. એવું કહેવાય છે કે આનાથી બાળકનું મન શાંત થશે. તેનું મન ભણવામાં લાગશે.
સંતાન પ્રાપ્તિ થાય છે
ફેંગશુઈ હાથીને બેડરૂમમાં રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જે દંપતિઓ સંતાન ઈચ્છે છે. તેઓએ ફેંગશુઈ હાથીને રૂમમાં રાખવું જોઈએ. સાથે જ તે નાણાંકીય અવરોધો પણ દૂર કરે છે.
લાખોના પગારની કરવી છે નોકરી, તો તુરંત જ અહીં કરો અરજી, ઉંમર 25 થી 30 વર્ષની જોઈશે
9 વાર ફેલ ગયો આ બિઝનેસમેન : ડિપ્રેશનનો ભોગ બન્યો, પછી 1.5 લાખ કરોડની કંપની ઉભી કરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે