ગણતરીના કલાકોમાં ગ્રહોના રાજા બનાવશે 'માલિકા રાજયોગ', 3 રાશિવાળાને છપ્પરફાડ આકસ્મિક ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે

Surya Gochar: ગ્રહોના રાજા સૂર્ય પણ 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યા બુધ ગોચરથી બુધાદિત્ય યોગની સાથે ભદ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. તેની સાથે તમામ ગ્રહો એક જ લાઈનમાં આવવાથી માલિકા રાજયોગ પણ બની રહ્યો છે. જાણો કોને થઈ શકે છે ફાયદો...

ગણતરીના કલાકોમાં ગ્રહોના રાજા બનાવશે 'માલિકા રાજયોગ', 3 રાશિવાળાને છપ્પરફાડ આકસ્મિક ધનલાભ કરાવશે, પદ-પ્રતિષ્ઠા વધશે

વેપાર અને બુદ્ધિ, સંસ્કારસ સામાજિક ઘટનાઓના કારક બુધ પોાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરી ગયા છે. 14 જૂનથી લઈને 29 જૂન સુધી બુધ મિથુન રાશિમાં રહેશે. બુધના મિથુન રાશિમાં આવવાથી અનેક રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. બુદ્ધિ કૌશલમાં વધારાની સાથે સમાજમાં માન સન્માન પણ વધશે. આ સાથે જ ગ્રહોના રાજા સૂર્ય પણ 15 જૂનના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. જ્યા બુધ ગોચરથી બુધાદિત્ય યોગની સાથે ભદ્ર યોગ, લક્ષ્મી નારાયણ યોગ બની રહ્યો છે. તેની સાથે તમામ ગ્રહો એક જ લાઈનમાં આવવાથી માલિકા રાજયોગ પણ બની રહ્યો છે. અત્રે જણાવવાનું કે મિથુન રાશિમાં શુક્ર, બુધ અને સૂર્ય  બિરાજમાન છે. આ સાથે જ કુંભમાં શનિ, કન્યામાં કેતુ, મેષમાં મગંળ, વૃષભમાં ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં માલિકા યોગ અનેક રાશિઓના જાતકોને બંપર લાભ કરાવી શકે છે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ માલિકા યોગ કુંડળીમાં ત્યારે બને છે જ્યારે તમામ ગ્રહો સતત સાત ઘરોમાં સ્થિત હોય અને તેઓ માળાની જેમ જોવા મળે તો માલિકા યોગ બને છે. મિથુન રાશિમાં એક સાથે ત્રણ ગ્રહના આવવાથી બનનારા આ માલિકા યોગને શક્તિશાળી માનવામાં આવી રહ્યો છે. જાણો કઈ રાશિવાળાને થઈ શકે છે ફાયદો...

મેષ રાશિ
આ રાશિના જાતકો માટે માલિકા યોગ ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. મુસાફરી કરનારા લોકોને લાભ થશે. ઉચ્ચ શિક્ષણ માટે ખુબ સારો સમય રહી શકે છે. નવા કામ પોતે કે પછી પાર્ટનર સાથે શરૂ કરવા માંગતા હોવ તો આ સમયગાળામાં કરવાથી લાભકારી સિદ્ધ થઈ શકે છે. નોકરીમાં પણ લાભ મળી શકે છે. જીવનમાં સકારાત્મક પ્રભાવ પડશે. 

મિથુન રાશિ
મિથુન રાશિના જાતકો માટે માલિકા યોગ ખુબ સારો ગણાઈ રહ્યો છે. આવામાં આ રાશિના પ્રભાવ ક્ષેત્રમાં વધારો થશે. સમાજમાં માન સન્માનમાં વધારો થશે. કોર્ટ કચેરીના કેસોમાં સફળતા મળી શકે છે. વકીલ, સેલ્સ, માર્કેટિંગ, ફંડિંગ વગેરે ક્ષેત્રોમાં કામ કરનારા જાતકોને ફાયદો  થશે. લગ્નજીવન સુખી રહેશે. અપરિણીતોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં પણ તમારા કામ અને વાત કરવાના કૌશલની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી તમે લક્ષ્ય સાંધવામાં સફળ થઈ શકો છો. 

સિંહ રાશિ
સિંહ રાશિના જાતકોને ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે. પરિવાર સાથે સારો સમય વીતશે. કરિયરમાં આગળ વધવાની અનેક તકો મળશે. જેનાથી તમે તમારું ભવિષ્ય સુધારવા માટે એક સારું પગલું ભરી શકો છો. પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે. જીવનમાં વિલાસિતા આવશે. કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે. તમારા કામ અને લગન જોતા પદોન્નતિ, પ્રગતિ થઈ શકે છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. લવ લાઈફ અને દાંપત્ય જીવનમાં ખુશીઓ આવી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

            

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news