ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈ
Ambuja Cement: અંબુજા સિમેન્ટે દક્ષિણ ભારતની સૌથી મોટી સિમેન્ટ કંપની પેન્ના સિમેન્ટને ખરીદી છે, અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે
Trending Photos
Penna Cement Deal: દેશની સિમેન્ટ કંપનીમાં અદાણી ગ્રૂપનો દબદબો સતત વધી રહ્યો છે. હવે અદાણી ગ્રૂપે વધુ એક સિમેન્ટ કંપની ખરીદી છે. સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટે પેન્ના સિમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ સાથે કરાર કર્યા છે. આ ડીલ 10,442 કરોડ રૂપિયામાં થઈ છે. આ ડીલની સાથે અંબુજા સિમેન્ટ દક્ષિણ ભારતમાં પોતાનો બિઝનેસ વિસ્તારવાનું પ્લાનિંગ કરી રહી છે. સપ્ટેમ્બર 2022 માં અદાણી ગ્રૂપ તરફથી અંબુજા સિમેન્ટ ખરીદ્યા બાદ આ કંપનીની ચોથી મોટી બિઝનેસ ડીલ છે. હૈદરાબાદ બેઝ્ડ પેન્ના સિમેન્ટના પ્રમોટતર પી.પ્રતાપ રેડ્ડી અને તેમનો પરિવાર આ બિઝનેસ સંભાળે છે. આ ગ્રૂપનું વાર્ષિક સિમેન્ટ પ્રોડક્શન 14 મિલિયન ટન છે. જેમાં હાલ 4 મિલિયન ટન સિમેન્ટ બનાવવાની ફેક્ટરી તૈયાર થઈ રહી છે.
દક્ષિણ ભારતમાં અંબુજાની 8 ટકા ટકાવારી વધી જશે
અંબાજુ સિમેન્ટ તરફથી પેન્ના કંપનીને ખરીદવા માટે પોતાના જ જમા કરાયેલા રૂપિયાનો ઉપયોગ કરશે. તેનાથી સાઉથ ઈન્ડિયામાં અંબુજા સિમેન્ટની હિસ્સેદારી 8 ટકા વધી જશે. આ ડીલ થોડા મહિના પહેલા માર્કેટની લીડર કંપની UltraTech Cement તરફથી કેસોરામ ઈન્ડસ્ટ્રીઝના નિર્માણ સામગ્રી કારખાનાઓને ખરીદવાના બાદ કરવામાં આવી છે. એપ્રિલના અંત સુધી અંબુજા સિમેન્ટ પાસે 24,338 કરોડ રૂપિયા નકદ હતા. તેમાં અદાણી ગ્રૂપથી મળેલા 8339 કરોડ વોરન્ટ રાશિ સામેલ છે.
ACC અને સાંગી ઈન્ડસ્ટ્રીઝ પણ અંબુજાનો ભાગ
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત ખબર અનુસાર, પેન્ના સિમેન્ટની ડીલ બાદ હવે અંબુજા સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ કરશે. હવે એસીસી અને સાંગી ઈન્ડસ્ટ્રીઝ પણ અંબુજાનો ભાગ છે. અદાણી ગ્રૂપનું ટાર્ગેટ વર્ષ 2028 સુધી 140 મિલિયન ટન સિમેન્ટ ઉત્પાદન કરવાનું છે. કુમાર મંગલ બિરલાના માલિકીવાળી અલ્ટ્રાટેક સિમેન્ટની ક્ષમતા 150 મિલિયન ટનથી વધારે છે. હરિ મોહન બંગુરના નેતૃત્વવાળી દેશની ત્રીજી સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદન કંપની શ્રી સિમેન્ટે એપ્રિલ મહિનામાં જ આંધ્ર પ્રદેશમાં 3 મિલિયન ટનનું સંયંત્ર શરૂ કર્યુ છે. આ સાથે જ કંપનીની ઉત્પાદન ક્ષમતાને વધારીને 56 મિલિયન ટન સુધી કરવાનું ટાર્ગેટ સેટ કરાયું છે.
ઘરમાં ખાવા અન્ન પણ ન હતું, છતાં બે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓએ સંગીતથી પોતાનું નસીબ ચમકાવ્યું
પહેલા આઈપીઓ લાવવાનો હતો પ્લાન
અંબુજા સિમેન્ટ તરફખી ગુજરાતની સાંગી, તમિલનાડુમાં My Home સિમેન્ટ ફેક્ટરી અને હિમાચલ પ્રદેશ તથા પંજાબમાં Asian Concretes and Cements ના કારખાનાઓને ખરીદવાનો પ્લાન હતો. પ્રતાર રેડ્ડી તરફથી પહેલા સિમેન્ટ બિઝનેસ માટે આઈપીઓ લાવવાનો પ્લાન બનાવાયો હતો. પરંતુ બાદમાં તેમણે પ્લાનિંગમાં મોટો બદલાવ કર્યો હતો. ઓક્ટોબર, 2021 માં પેન્નાને સેબી તરફથી 1550 કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની મંજૂરી મળી હતી. પરંતુ તેણે આ પ્લાન આગળ વધાર્યો ન હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે