Sun Transit 2022: સૂર્યના ગોચરથી બન્યો ત્રિગ્રહી યોગ! મેષ-વૃષભ સહિત આ 5 રાશિના જાતકોનું ભાગ્ય પલટાશે, પૈસાનો વરસાદ થશે
Sun Transit 2022: ગ્રહોના અધિપતિ સૂર્યએ આજે 16 ડિસેમ્બર 2022ના રોજ શુક્રવારના રોજ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય ગોચરથી ધનુ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. કારણ કે ધનુ રાશિમાં પહેલેથી જ બુધ અને શુક્ર છે. સૂર્યના રાશિ પરિવર્તનથી બનેલો ત્રિગ્રહી યોગ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે.
Trending Photos
Sun Transit 2022: ગ્રહોના અધિપતિ સૂર્યએ આજે 16 ડિસેમ્બર 2022ના રોજ શુક્રવારના રોજ ધનુ રાશિમાં પ્રવેશ કર્યો છે. સૂર્ય ગોચરથી ધનુ રાશિમાં ત્રિગ્રહી યોગ બન્યો છે. કારણ કે ધનુ રાશિમાં પહેલેથી જ બુધ અને શુક્ર છે. સૂર્યના રાશિ પરિવર્તનથી બનેલો ત્રિગ્રહી યોગ 5 રાશિવાળાનું ભાગ્ય ચમકાવશે. સૂર્ય 14 જાન્યુઆરી 2023 સુધી ધનુ રાશિમાં રહીને મકર રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે બુધ અને શુક્ર ડિસેમ્બર 2022ના અંત સુધીમાં ધનુ રાશિમાં રહેશે. આ પ્રકારના ત્રિગ્રહી યોગના કારણે આગામી 15 દિવસનો સમય 5 રાશિના જાતકોને તગડો લાભ કરાવશે.
મેષ રાશિ
સૂર્ય ગોચર મેષ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે. તેમને મોટી ઉપલબ્ધિ હાંસલ થઈ શકે છે. અભ્યાસ માટે વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે. કરિયરની રીતે લાંબી મુસાફરી થઈ શકે છે. ધર્મ તરફ ઝૂકાવ વધશે. પિતા તરફથી મદદ મળશે.
વૃષભ રાશિ
સૂર્ય ગોચરથી બનેલા ત્રિગ્રહી યોગથી તમને દરેક રીતે લાભ થશે. કરિયરમાં પરિવર્તન થઈ શકે છે કે પદોન્નતિ, પગારમાં વધારો થઈ શકે છે. તમારી વાણી તમને મોટો લાભ કરાવી શકે છે. આવક વધશે.
તુલા રાશિ
સૂર્યનું ગોચર તુલા રાશિના જાતકોને આત્મવિશ્વાસી અને સાહસી બનાવશે. તમારો પ્રભાવ વધશે, કરિયરમાં લાભ અપાવશે. નવા સંપર્ક બનશે જે તમને ભવિષ્યમાં લાભ આપશે. તમારા કામની પ્રશંસા થશે. કોઈ જરૂરી કામમાં પિતાની મદદ મળી શકે છે.
ધનુ રાશિ
સૂર્ય રાશિ ગોચર કરીને ધનુ રાશિમાં જ પ્રવેશ કરી રહ્યો છે અને ધનુ રાશિમાં જ ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. તેનો સૌથી વધુ લાભ ધનુ રાશિવાળાને જ થશે. આ જાતકોને પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળશે. સરકારથી લાભ થશે. વેપારી પણ મોટા લાભ મેળવી શકશે. તમારી રણનીતિઓ સફળ રહેશે.
મીન રાશિ
સૂર્ય ગોચરથી મીન રાશિવાળાઓને ખુબ લાભ થશે. તેમને લક્ષ્ય પૂરું કરવામાં મદદ મળશે. અડચણો દૂર થશે, જેનાથી પ્રોફેશનલ લાઈફમાં સારો લાભ થશે. નવું પદ મેળવી શકો છો. સરકાર કે પ્રશાસનની લાભ થઈ શકે છે. તમારામાં નવી ઉર્જાનો સંચાર થશે. તમારા નેતૃત્વના વખાણ થશે. બેરોજગારોને નોકરી મળશે.
આ વીડિયો પણ ખાસ જુઓ...
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે