Jhadu Ke Totke: બેંકમાં અચાનક વધશે રુપિયા, રાતોરાત બનશો અમીર, બસ કરી લો સાવરણીનો આ નાનકડો ઉપાય
Jhadu Ke Totke: શાસ્ત્રોમાં તો સાવરણી ખરીદવાના અને જૂની સાવરણીને ફેંકવાના શુભ દિવસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જો સાવરણી સંબંધિત કેટલાક ઉપાયો પણ કરવામાં આવે તો વ્યક્તિને અમીર બનવામાં સમય લાગતો નથી.
Trending Photos
Jhadu Ke Totke: સાવરણીનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. સાફ સફાઈમાં ઉપયોગમાં આવતી સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું માનવામાં આવે છે. એટલા માટે જ શાસ્ત્રોમાં સાવરણી સંબંધિત કેટલાક નિયમોનો પણ ઉલ્લેખ છે. કહેવાય છે કે સાવરણી સંબંધિત આ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો વ્યક્તિને ક્યારેય જીવનમાં પૈસાની તંગી જોવી પડતી નથી. જેમકે સાવરણીને ક્યારેય પગ અડાડવો જોઈએ નહીં.
આ પણ વાંચો:
શાસ્ત્રોમાં તો સાવરણી ખરીદવાના અને જૂની સાવરણીને ફેંકવાના શુભ દિવસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. જો સાવરણી સંબંધિત કેટલાક ઉપાયો પણ કરવામાં આવે તો વ્યક્તિને અમીર બનવામાં સમય લાગતો નથી. કહેવાય છે કે ઘરના દરવાજા પર જાડુ રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં રહેતા નથી. આવા જ કેટલાક અગત્યના નિયમો વિશે તમને જણાવીએ જેને કરવાથી રાતોરાત તમે પણ અમીર બની શકો છો.
હિન્દુ ધર્મમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક કહેવામાં આવી છે. કહેવાય છે કે સાવરણી ખરીદી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જૂની સાવરણી ને ક્યારેય ઘરમાંથી ગુરુવારે કે શુક્રવારે બહાર ન કાઢવી. આ બે દિવસ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે તે દિવસે ઘરમાંથી સાવરણી ફેકવાથી માતા લક્ષ્મીના રાજ થાય છે.
આ પણ વાંચો:
જ્યોતિષશાસ્ત્ર અનુસાર સાવરણી ખરીદવા માટે પણ મંગળવાર કે શનિવારનો દિવસ શુભ ગણાય છે.આ દિવસે સાવરણી ખરીદવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ઘરમાં સંપન્નતા વધે છે. સાવરણી ખરીદતી વખતે કૃષ્ણ પક્ષ હોય તો તે સૌથી વધારે સારો ગણવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં બહારના કોઈ વ્યક્તિની નજર ન પડે. આ સિવાય સાવરણીને ક્યારેય બેડની નીચે ન રાખવી. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે