કોણ હતા મહાભારતના નકલી શ્રીકૃષ્ણ, કેવી રીતે થયો હતો તેમનો અંત?

story of fake shri krishna In Mahabharat : મહાભારતમા એક નકલી કૃષ્ણ પણ હતા, જેમને શ્રીકૃષ્ણએ પોતાના હાથથી માર્યા હતા, આખરે શું છે આ કિસ્સો 

કોણ હતા મહાભારતના નકલી શ્રીકૃષ્ણ, કેવી રીતે થયો હતો તેમનો અંત?

mahabharata interesting fatcs : શ્રીકૃષ્ણ અને તેમની લીલાઓ વિશે બધા જાણે છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે મહાભારતમાં એક નકલી શ્રીકૃષ્ણ પણ હતા. મહાભારતમાં પૌંડ્રક નગરીના રાજ નકલી શ્રીકૃષ્ણ કહેવાતા હતા. જેઓ પોતાની જાતને ભગવાન વાસુદેવ ગણાવતા હતા. એટલુ જ નહિ, તેઓએ પોતાની આસપાસ શ્રીકૃષ્ણ જેવી જ વસ્તુઓ મૂકતા હતા. શાસ્ત્રોમાં પણ તેનુ વર્ણન કરવામાં આવ્યું છે. 

કહેવાય છે કે, સનાતન ધર્મમાં ભાગવત પુરાણમાં રાજા પૌંડ્રકનું વર્ણન કરવામાં આવ્યું છે. શાસ્ત્રોમા ઉલ્લેખ અનુસાર, રાજા પૌંડ્રક પુંડ્ર દેશના રાજા હતા. જે ભગવાન શ્રીકૃષ્ણને નકલી અને ખુદને અસલી કૃષ્ણ ગણાવતા હતા. કથાઓ અનુસાર, શ્રીકૃષ્ણ લાંબા સમય સુધી તેમની ભૂલો પર માફી આપતા રહ્યા હતા. પરંતુ તેમ જેમની ભૂલો વધતી ગઈ તો ભગવાન કૃષ્ણએ પણ પોતાની લીલા બતાવવાનું શરૂ કર્યુ. 

આ રાજા ભગવાન કૃષ્ણની જેમ કપડા પહેરીને ફરતા ને તેમની જેમ સુદર્શન ચક્ર પણ રાખતા હતા. પૌંડ્રક ભગવાન શ્રીકૃષ્ણની જેમ જ સંદેશ આપતા હતા, અને પોતાને વિષ્ણુના ખરા અવતાર ગણાવયા હતા. એટલુ જ નહિ, પૌંડ્રક એ ભગવાન કૃષ્ણને યુદ્ધ માટે લલકાર્યા પણ હતા. જેથી અંતમાં ભગવાન શ્રીકૃષ્ણને પૌંડ્રક સાથે યુદ્ધ કરવું પડ્યું હતું. પૌંડ્રકની રાસે અનેક રાક્ષસો હતા તેમજ તેઓએ નકલી હનુમાન પણ રાખ્યા હતા. 

પૌંડ્રકે નકલી ચક્ર, શંખ, તલવાર, મોર મુકુટ અને કૌસ્તુભ મણિ પણ પાસે રાખ્યા હતા. પૌંડ્રકે શ્રીકૃષ્ણને ચક્ર અને શંખ છોડવાના આદેશ આપ્યા હતા. તેમના પિતાનું નામ વાસુદેવ હતું, તેથી તેઓ ખુદને વાસુદેવ કૃષ્ણ ગણાવતા હતા. આખરે ભગવાન કૃષ્ણએ તેમની સાથે યુદ્ધ કર્યુ હતું. જેના બાદ કૃષ્ણએ આ નકલી કૃષ્ણને માર્યા હતા. 

મહાભારતની આ સ્ટોરીઓ પણ વાંચો :

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news