સપનામાં વારંવાર દેખાય છે અલગ અલગ રીતે સાપ તો થઈ જજો સતર્ક, જાણો શું છે તેનો અર્થ
Snake in Dream Meaning: સ્વપ્ન શાસ્ત્રના અનુસાર ઉંઘતી વખતે દેખાતા સપનાનો સંકેત જીવનમાં ઘટતી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. તેનો સંબંધ વાસ્તવિક જીવન સાથે હોય છે. વ્યક્તિને દેખાતા સપના આનંદદાયક હોય છે. તો કેટલાક સપના વ્યક્તિને ડરાવે છે.
Trending Photos
Snake in Dream Meaning: સ્વપ્ન શાસ્ત્રના અનુસાર ઉંઘતી વખતે દેખાતા સપનાનો સંકેત જીવનમાં ઘટતી ઘટનાઓ તરફ ઇશારો કરે છે. તેનો સંબંધ વાસ્તવિક જીવન સાથે હોય છે. વ્યક્તિને દેખાતા સપના આનંદદાયક હોય છે. તો કેટલાક સપના વ્યક્તિને ડરાવે છે. મોટાભાગના લોકોને સપનામાં દિવસભર બનતી ઘટનાઓ જ દેખાય છે. પરંતુ કેટલાક સપના જીવનમાં બનનારી સારી ખરાબ ઘટનાઓના સંકેત આપે છે. સપનામાં ઘણી વખત સાપ પણ દેખાતો હોય છે. સપનામાં સાપ દેખાવવો શુભ પણ ગણવામાં આવે છે અને અશુભ પણ ગણવામાં આવે છે. સપનામાં સળવળતો સાપ, પોતાને સાપોની વચ્ચે જોવા, વગેરેનો અર્થ અલગ-અલગ હોય છે. તો ચાલો જાણીએ સાપનું કેવું સપનું શુભ ગણાય છે અને કયું સપનું અશુભ.
સપનામાં કયા પ્રકારનો સાપ શું સંકેત આપે છે
આ પણ વાંચો:
સાપ દ્રારા તમારો પીછો કરવો
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો સાપ સપનામાં તમારો પીછો કરે છે, આ વાતનો એ અર્થ હોય છે કે તમને મનમાં કોઇ એવી વાત છે, જેનાથી તમે ખૂબ ડરેલા છો અથવા પછી તે વાતને લઇને વ્યાકૂળ છો.
સફેદ રંગના સાપને જોવો
સપનામાં સફેદ રંગના સાપને જોવો શુભ સંકેત માનવામાં આવે છે. આ સપનાનો અર્થ હોય છે કે ખૂબ જલદી જ તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે.
સાપનું ઝુંડ જોવું
સ્વપ્ન શાસ્ત્રના અનુસાર જો સપનામાં સાપનું ઝુંડ દેખાય છે, તો તેને અશુભ ગણવામાં આવે છે. આ સપનાનો અર્થ છે કે આગામી સમયમાં ઘણા પ્રકારની સમસ્યાઓનો સામનો પડી શકે છે.
મરેલો સાપ જોવો
સ્વપ્ન શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો તમારા સપનામાં મરેલો સાપ દેખાય છે, તો આ કુંડળીમાં રાહુ દોષ તરફ ઇશારો કરે છે. અને રાહુના કારણે વ્યક્તિને ઘણા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.
સપનામાં સોનેરી સાપ જોવો
જો કોઇ વ્યક્તિને સપનામાં સોનેરી સાપ દેખાય છે, તો સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આ પિતૃદોષને બતાવે છે. તેનો અર્થ એ છે કે કો તમને એવું સપનું દેખાય છે તો સમજી લો કે તમારા પિતૃ તમારાથી નારાજ છે. એટલા માટે પિતરોને મનાવવા માટે પૂજા-પાઠ અને દાન વગેરે કરો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે