Pitru Paksha: અકસ્માત મૃત્યુ, અપરિણીત વ્યક્તિ અને સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું? જાણો મહત્વપૂર્ણ નિયમ

Pitru Paksha: પિતૃ પક્ષ શરુ થઈ ગયો છે અને આગામી 15 દિવસમાં મૃત પરિજનોની આત્માની શાંતિ માટે લોકો શ્રાદ્ધ કરશે. શ્રાદ્ધ કરવા માટે પણ કેટલાક નિયમોને ધ્યાનમાં લેવા જરૂરી છે. 

Pitru Paksha: અકસ્માત મૃત્યુ, અપરિણીત વ્યક્તિ અને સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું? જાણો મહત્વપૂર્ણ નિયમ

Pitru Paksha: પિતૃ પક્ષ એવો સમય છે જ્યારે લોકો પોતાના મૃત પરિજનોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કરે છે. માન્યતા છે કે પિતૃ પક્ષ દરમ્યાન પિતૃ મૃત્યુલોકમાં આવે છે. પોતાના પરિજનો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધથી તૃપ્ત થઈને તેઓ અમાસના દિવસે ફરીથી પિતૃ લોક પરત ફરી જાય છે. પરિવારજનોના કરેલા શ્રદ્ધ કર્મથી પ્રસન્ન થઈને પિતૃ તેમને સુખ, સમૃદ્ધિ અને વંશવૃદ્ધિનો આશીર્વાદ આપે છે. પિતૃઓના શ્રાદ્ધની તિથિ પણ નિયમ અનુસાર નક્કી કરવામાં આવે છે. 

પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની સંતુષ્ટી માટે શ્રાદ્ધ કરવું જરૂરી છે. જેઓ શ્રાદ્ધ કરતા નથી તેમને પિતૃદોષ લાગે છે અને જીવનમાં અનેક કષ્ટનો સામનો કરવો પડે છે. આજે તમને પિતૃ પક્ષ સંબંધિત મહત્વના નિયમો વિશે જણાવીએ. 

પિતૃનું શ્રાદ્ધ કરવાના મહત્વના નિયમ 

1. શ્રાદ્ધ કર્મ પોતાની પૂર્વની ત્રણ પેઢી સુધીનું કરવું જોઈએ. એટલે કે પિતા, દાદા અને પરદાદા તેમજ નાના નાનીનું શ્રાદ્ધ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. 

2. જે તિથિ પર વ્યક્તિનું મૃત્યુ થયું હોય કે તેથી પર જ તેનું શ્રાદ્ધ કરવામાં આવે છે પરંતુ ઘણી વખત પિતૃઓની મૃત્યુતિથિ લોકોને ખબર હોતી નથી. આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાસના દિવસે શ્રાદ્ધ કરવામાં આવે છે. 

3. જે લોકોનું મૃત્યુ સ્વાભાવિક રીતે થયું હોય અને તે દિવસે ચૌદશની તિથિ હોય તો શ્રાદ્ધમાં તેરસની તિથિ અથવા તો અમાસના દિવસે તેનું શ્રાદ્ધ કરવું. 

4. દુર્ઘટના, સાપ કરડવાથી, આત્મહત્યાથી કે પછી હત્યાના કારણે કોઈનું અકાળ મૃત્યુ થયું હોય તો તે વ્યક્તિનું શ્રાદ્ધ ચૌદસની તિથિ હોય ત્યારે કરવું જોઈએ. ભલે તે વ્યક્તિનું મૃત્યુ કોઈ પણ તિથિએ થયું હોય પરંતુ અકાળ મૃત્યુની સ્થિતિમાં ચૌદસની તિથિએ શ્રાદ્ધ કરવું જોઈએ. 

5. સૌભાગ્યવતી સ્ત્રીઓનું શ્રાદ્ધ પિતૃ પક્ષની નવમીની તિથીના દિવસે કરવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીનું મૃત્યુ કોઈપણ તિથિએ થયું હોય પરંતુ તેનું શ્રાદ્ધ નોમની તિથિ એ જ થાય છે. 

6. બ્રહ્મચારી કે સન્યાસી વ્યક્તિનું મૃત્યુ થાય તો તેનું શ્રાદ્ધ બારસના દિવસે કરવામાં આવે છે. 

7. નાના-નાનીનું શ્રાદ્ધ શુક્લ પક્ષ પ્રતિપદા તિથિએ જ કરવામાં આવે છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news