શ્રાદ્ધ: પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે 'આ' ખાસ વસ્તુનો કરો ઉપયોગ
કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
Trending Photos
આપણી પ્રકૃતિએ કેસરને ચમત્કારિક અને ઔષધિય ગુણોથી ભરપૂર બનાવ્યું છે. જ્યોતિષમાં પણ કેસરને ચમત્કારિક જ ગણવામાં આવ્યું છે. જ્યોતિષ મુજબ કેસરનો સંબંધ ગુરુ સાથે છે અને તેનો ઉપયોગ કરવાથી ગુરુ ભારે હોય અને અશુભ પરિણામ આપતો હોય તો શુભ પરિણામ આપવા લાગે છે અને સાથે સાથે પિતૃદોષને પણ શાંત કરે છે.
કેસરના ઉપયોગથી માન-સન્માન, લોકપ્રિયતા, નોકરી અને વેપારમાં સફળતા તથા દાંપત્ય જીવનને સુખદ બનાવી શકાય છે. તાંબાના લોટામાં જળ અને કેસરના સાત તાંતણા નાખીને ભગવાન સૂર્યનારાયણને જળ અર્પણ કરવાથી પિતૃદોષમાં શાંતિ મળે છે.
કેસરના પ્રયોગથી બાળકોની ખોટી આદતો પણ દૂર થઈ શકે
- શુક્લ પક્ષના ગુરુવારે ચાંદી કે સ્ટીલની પ્લેટમાં થોડું શુદ્ધ કેસર રાખો.
- ॐ बृहस्पतये नमः મંત્રનો 108 વાર જાપ કરો અને જાપ બાદ થોડું ગંગાજળ કેસરમાં ભેળવો.
- આ કેસરના તિલકને તમારા ઘરમાં દક્ષિણ દિશામાં પિતૃઓના ફોટા કે તસવીર પર લગાવો.
- આ મંત્રનો જાપ કરતા આ કેસર તમારા બાળકોના માથે અને કંઠ પર લગાવો.
- આમ કરવાથી બાળકોનું મન અભ્યાસમાં લાગશે અને તે ખોટી સંગતથી દૂર રહેશે.
જુઓ LIVE TV
પિતૃઓના આશીર્વાદ અને કેસરના દિવ્ય પ્રયોગથી થશે ધનનો લાભ
- શુક્રવારના દિવસે સવારે કેસરમાં જળ ભેળવો.
- બે આખા પાન પર કેસરથી શ્રી મંત્ર લખો.
- તથા ॐ श्रीं श्रीये नमः મંત્રનો 108 વખત જાપ કરો.
- જાપ બાદ એક પાનના પત્તા પર સફેદ મિઠાઈ રાખીને લક્ષ્મી નારાયણ મંદિરમાં અર્પણ કરો.
- બીજા પાનના પત્તા પર સફેદ મિઠાઈની સાથે કાળા તલ રાખીને પીપળાના મૂળિયા પાસે રાખો.
- આમ કરવાથી ધનનો લાભ થશે અને અટવાયેલા નાણાની પ્રાપ્તિ થશે.
- તથા પિતૃઓના આશીર્વાદથી ભવિષ્યમાં ધનલ ક્યાંય પણ ફસાશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે