આ એક વાઈરલ તસવીર... જેણે UPના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ મચાવી દીધો, જાણો સમગ્ર વિગતો
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણમાં જેણે ખળભળાટ મચાવી દીધો છે તેવી એક તસવીર હાલ ખુબ વાઈરલ થઈ રહી છે.
Trending Photos
લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના રાજકારણમાં જેણે ખળભળાટ મચાવી દીધો છે તેવી એક તસવીર હાલ ખુબ વાઈરલ થઈ રહી છે. આ તસવીરે સમાજવાદી પાર્ટીના ધબકારા વધારી દીધા છે. વાત જાણે એણ છે કે સમાજવાદી પાર્ટીના 3 વિધાન પરિષદ સભ્યો (MLC)એ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથે મુલાકાત કરી. આ તસવીર વાઈરલ થતા જ રાજકારણમાં ઉથલપાથલની ચર્ચાઓ ફરીએકવાર શરૂ થઈ ગઈ છે.
હમીરપુરથી વિધાન પરિષદ સભ્ય રમેશ મિશ્રા, બલિયાથી પપ્પુ સિંહ અને ગોરખપુરથી સીપી ચંદ્રની સીએમ સાથેની મુલાકાત બાદ તેમના ભાજપમાં જોડાવવાની અટકળો શરૂ થઈ ગઈ છે. કહેવાય છે કે આ ત્રણેય એમએલસી જલદી સપામાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ શકે છે.
જુઓ LIVE TV
અત્રે જણાવવાનું કે વિધાન પરિષદમાં સમાજવાદી પાર્ટી 55 સભ્યોની સાથે સૌથી મોટો પક્ષ છે. 21 એમએલસી સાથે ભાજપ બીજા સ્થાને અને 8 એમએલસી સાથે બીએસપી ત્રીજા સ્થાને છે. જ્યારે 2 સભ્યો સાથે કોંગ્રેસ ચોથા સ્થાને છે. કોંગ્રેસના દિનેશ પ્રતાપ સિંહ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. કોંગ્રેસે તેમની સદસ્યતા રદ કરવા માટે સભાપતિને અરજી આપેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે