Shaniwar Upay: શનિવારના દિવસે કરી લો આ ઉપાય, તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે...
Shaniwar Upay: આજે તમને આવો જ એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા થાય છે અને તેના જીવનમાં છપ્પર ફાડકે ધન વરસે છે. આજે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિની મનની કોઈ પણ ઈચ્છા હોય તેને પૂરી કરે છે.
Trending Photos
Shaniwar Upay: શનિવારનો દિવસ ન્યાયના દેવતા શનિદેવને સમર્પિત છે. શનિવારે ભક્તો શનિદેવની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારના દિવસે કેટલાક ઉપાય કરવામાં આવે તો વ્યક્તિને કરોડપતિ બનતા કોઈ રોકી નથી શકતું. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે.
માન્યતા છે કે દરેક વ્યક્તિને તેના સારા અને ખરાબ બંને કર્મનું ફળ શનિદેવ આપે છે. જો શનિદેવ કોઈ પર ગુસ્સે હોય તો તેના જીવનને બરબાદ કરી દે છે અને જો કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય તો તેને રાતોરાત અમીર પણ બનાવી શકે છે.. તેથી જ શનિદેવના પ્રકોપથી દરેક વ્યક્તિ બીવે છે અને શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય શોધતા હોય છે. આજે તમને પણ આવો જ એક ઉપાય જણાવીએ. આ ઉપાય કરનાર વ્યક્તિ પર શનિદેવની કૃપા વરસે છે અને તેના જીવનમાં છપ્પર ફાડકે ધન વરસે છે.
આજે જે ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છે તેને કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને આ ઉપાય કરનાર વ્યક્તિની મનની કોઈ પણ ઈચ્છા હોય તેને પૂરી કરે છે. માન્યતા છે કે જે વ્યક્તિ શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારે શનિદેવને તેલ ચઢાવે છે તેને શનિ દોષથી મુક્તિ મળે છે અને શનિ કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય શનિવારના દિવસે વ્રત કરીને પીપળાના ઝાડની વિશેષ પૂજા કરવાથી પણ લાભ થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારની સાંજે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો અથવા તો તલના તેલનો દીવો કરવો જોઈએ.. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.. દર શનિવારે આ રીતે પીપળાના ઝાડની પૂજા કરી દીવો કરવાથી ચમત્કારી ફાયદા થાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિવારે ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિની મદદ કરવી કે તેને દાન કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને કાળી છત્રી, ધાબળો, અડદ, કાળા તલ, સરસવનું તેલ કે ચપ્પલનું દાન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે વ્યક્તિ શનિવારે આ કામ કરે છે તેના જીવનના બધા જ દુઃખ દૂર થઈ જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે