Shani Gochar: 48 કલાક બાદ શનિ આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે, દશમી શુભ દ્રષ્ટિ કરશે જબરો કમાલ

Shani Gochar 2023: જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિની દશમી દ્રષ્ટિએ કેટલીક રાશિના જાતકો પર પ્રભાવ પાડવાનો શરૂ કરી દીધો છે. આ દરમિયાન 3 રાશિવાળાને ધનલાભ અને પ્રગતિના યોગ બની રહ્યા છે. 

Shani Gochar: 48 કલાક બાદ શનિ આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે, દશમી શુભ દ્રષ્ટિ કરશે જબરો કમાલ

Saturn Planet Transit In Kumbh: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ દરેક ગ્રહ સમયાંતરે પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. તેનો પ્રભાવ તમામ 12 રાશિઓના જીવન પર સ્પષ્ટ જોઈ શકાય છે. અત્રે જણાવવાનું કે 17 જાન્યુઆરીના રોજ શનિદેવે કુંભ રાશિમાં ગોચર કર્યું હતું અને હાલ તેઓ આ રાશિમાં ભ્રમણ કરી રહ્યા છે. આ દરમિયાન શનિ પોતાની દશમી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ પર નાખી રહ્યા છે. જ્યારે શુક્ર ગ્રહ પણ વૃશ્ચિક રાશિ પર પોતાની સાતમી દ્રષ્ટિ નાખી રહ્યા છે. આ દરમિયાન શશ અને માલવ્ય યોગ બની રહ્યા છે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિ પર મંગળ દેવનું આધિપત્ય છે. આવામાં 3 રાશિના જાતકોને શનિની દશમી દ્રષ્ટિનો ખાસ લાભ મળવાનો છે. આ દરમિયાન કરિયર અને વેપારમાં લાભ થશે. વ્યક્તિની પ્રગતિના યોગ બની રહ્યા છે. જાણો આ 3 રાશિઓ કઈ કઈ છે. 

વૃષભ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મજુબ આ રાશિના જાતકો માટે શનિની દશમી દ્રષ્ટિ શુભ ફળ આપનારી સાબિત થશે. 6 એપ્રિલના રોજ શુક્રના લગ્નભાવમાં ગોચર કર્યું છે. જ્યારે તેમની સપ્તમી દ્રષ્ટિ વ્યક્તિના દાંપત્ય જીવનને પ્રભાવિત કરશે. શનિ દેવ પોતાની ગોચર  કુંડળીના કર્મ ભાવમાં ભ્રમણ કરી રહ્યા છે. આવામાં તેઓ સપ્તમ ભાવમાં જ પોતાની દ્રષ્ટિ નાખી રહ્યા છે. આવામાં તમને વૈવાહિક જીવનમાં સુખની પ્રાપ્તિ થશે. પાર્ટનરશીપમાં લાભ થશે. 

આ દરમિયાન તમે કોઈ વેપારી સમજૂતિ કરી શકો છો. શનિ અહીં નવપંચમ રાજયોગનું પણ નિર્માણ કરે છે. આ સમયે તમને સૂકૂન મળશે. આ સાથે જ જરૂરી કાર્યો પાર પડશે. કરિયરમાં પ્રગતિના યોગ બની રહ્યા છે. આ સમય આ રાશિવાળા માટે અનુકૂળ રહેવાનો છે. 

કુંભ રાશિ
આ રાશિના જાતકો માટે પણ શનિની દશમી દ્રષ્ટિ અનુકૂળ રહેવાની છે. અત્રે જણાવવાનું કે શનિ દેવે પોતાની કુંડળીમાં શશ, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ બનાવ્યો છે. જ્યારે શુક્રના ગોચરથી માલવ્ય રાજયોગ બન્યો છે. શનિ અને શુક્રની દ્રષ્ટિ તમારા કરિયર અને કારોબારના ભાવ પર અસર કરશે. કામકાજ- વેપારમાં લાભ થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. વેપારીઓને સારો ધનલાભ થઈ શકે છે. નોકરીયાતોને પદોન્નતિ અને ઈન્ક્રીમેન્ટ મળવાના યોગ બની રહ્યા છે. 

સિંહ રાશિ
અત્રે જણાવવાનું કે શનિની દશમી દ્રષ્ટિ આ રાશિના જાતકો માટે સુખદ અને લાભપ્રદ સિદ્ધ થશે. જો તમે ફિલ્મ લાઈન, કળા, સંગીત, મીડિયા વગેરે સાથે જોડાયેલા હોવ તો આ સમય તમારા માટે શાનદાર હોઈ શકે છે. અત્રે જણાવવાનું કે શનિની દશમી દ્રષ્ટિ ચતુર્થ ભાવમાં પડવાની છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news