અનેક વર્ષો બાદ ભેગા થશે આ 2 મોટા ગ્રહ, 3 રાશિવાળા બનશે શક્તિશાળી, અચાનક ધન-સંપત્તિ, પ્રતિષ્ઠા વધશે

આ યુતિની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમયગાળા દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

અનેક વર્ષો બાદ ભેગા થશે આ 2 મોટા ગ્રહ, 3 રાશિવાળા બનશે શક્તિશાળી, અચાનક ધન-સંપત્તિ, પ્રતિષ્ઠા વધશે

વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહ એક નિશ્ચિત સમયગાળા બાદ ગોચર કરીને અન્ય ગ્રહો સાથે યુતિ બનાવતા હોય છે. જેની તમામ 12 રાશિઓ પર અસર પડતી હોય છે. વર્ષ 2024માં શનિ અને મંગળ ગ્રહની યુતિ બનવા જઈ રહી છે. આ યુતિ લગભગ 30 વર્ષ બાદ બનશે. કારણ કે શનિદેવ હાલ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. આ સાથે જ મંગળ ગ્રહ 2024ની શરૂઆતમાં કુંભમાં ગોચર કરશે. આવામાં આ યુતિની અસર તમામ રાશિઓ પર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેમનું આ સમયગાળા દરમિયાન ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જાણો કોણ છે તે લકી રાશિઓ....

મિથુન રાશિ
તમારા માટે શનિ અને મંગળની યુતિ લાભકારી રહેશે. કારણ કે આ યુતિ તમારી રાશિથી નવમ ભાવ પર બની રહી છે. આથી આ દરમિયાન તમારું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે જ તમારા જરૂરી કામ બની શકે છે. કોઈ નવું કામ શરૂ કરી શકો છો અને નવા વર્ષમાં તે કારોબારમાં પ્રગતિ થવાની પૂરેપૂરી તક છે. આ સાથે જ કામ કાજ મામલે દેશ વિદેશની મુસાફરી કરી શકો છો. તમારી ધારેલી યોજનાઓ સફળ થશે. જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા સાથે નોકરી મળી શકે છે. 

કુંભ રાશિ
શનિ અને મંગળનો સંયોગ તમારા માટે ખુબ લાભકારી રહેશે. કારણ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય તમારા આત્મિશ્વાસમાં વધારો થશે. આ સાથે જ તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. આ વર્ષ  તમારા માટે ઈચ્છાપૂર્તિનું બની રહેશે. જે પણ રોકાણ કરશો તેમાં આગળ જઈને લાભ થશે. આ સાથે જ જે લોકો અપરિણીત છે તેમને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે. આ સાથે જ તમે કારોબારના વિસ્તારનો વિચાર કરી રહ્યા હોવ તો તમને આવનારા સમયમાં લાભ મળશે. પાર્ટનરશિપના કામમાં લાભ થશે. 

વૃષભ રાશિ
તમારા માટે શનિ અને મંગળની યુતિ કરિયર અને કારોબારની રીતે શુભ ફળ આપનારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારી રાશિથી કર્મભાવ પર બનવા જઈ રહી છે. આથી આ સમય દરમિયાન તમને કામકાજમાં સારી પ્રગતિ થઈ શકે છે. આ સાથે જ નોકરીયાતોને પ્રમોશન અને ઈન્ક્રીમેન્ટના યોગ બની રહ્યા છે. કારોબારીઓને વેપારમાં લાભ થશે અને તમારી આશાઓ પૂરી થશે. આ સાથે જ બેરોજગારોને નવી નોકરીની તકો મળશે. આ સમય દરમિયાન તમને પિતાનો સહયોગ મળશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news