Shani Vakri 2023: 141 દિવસ સુધી શનિ રહેશે વક્રી, દેશ-દુનિયા પર શું પડશે પ્રભાવ? જાણો શનિ વક્રી સાથે જોડાયેલી ભવિષ્યવાણી

Shani Vakri: શનિ દેવ 17 જૂન 2023ના કુંભ રાશિમાં રહીને વક્રી ચાલ એટલે કે ઉલટી ચાલ ચાલશે, તેની અસર દેશ-દુનિયા પર પડશે. તમે પણ જાણો શનિની વક્રી ચાલથી કઈ અસર થવાની છે. 

Shani Vakri 2023: 141 દિવસ સુધી શનિ રહેશે વક્રી, દેશ-દુનિયા પર શું પડશે પ્રભાવ? જાણો શનિ વક્રી સાથે જોડાયેલી ભવિષ્યવાણી

નવી દિલ્હીઃ Shani Vakri 2023, Saturn Retrograde 2023: શનિ દેવને ન્યાય તથા કર્મના દેવતા માનવામાં આવ્યા છે. જે વ્યક્તિ જેવું કર્મ કરે છે શનિદેવ તેને તે પ્રમાણે ફળ આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ-નક્ષત્રોમાં શનિ સૌથી ધીમી ગતિએ ચાલનાર ગ્રહ છે. શનિદેવની હાજરી એક રાશિમાં અઢી વર્ષ સુધી રહે છે. ત્યારબાદ તે પોતાનું ગોચર કરે છે. શનિ આ સમયે પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે. 

શનિ દેવ (Shani Dev)હવે 17 જૂન 2023ના રાત્રે 10.57 મિનિટ પર કુંભ રાશિમાં રહેતા વક્રી ચાલ ચાલશે. વક્રી ચાલનો અર્થ ઉલટી ચાલથી છે. શનિની આ વક્રી ચાલ 4 નવેમ્બર 2023 સુધી રહેશે અને ત્યારબાદ તે કુંભ રાશિમાં માર્ગી થઈ જશે. શનિ કુલ 141 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિના વક્રી થવા પર તેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળશે. શનિ દેવ વર્ષ 2023માં પોતાની સ્વયંની રાશિ કુંભમાં બિરાજમાન છે. શનિના કુંભ રાશિમાં હોવાથી મકર, કુંભ અને મીન રાશિના જાતકો ઉપર આ સમયે શનિની સાડાસાતી ચાલી રહી છે. 

શનિ વક્રીની દેશ-દુનિયા પર અસર (Shani Vakri 2023 Impact)
- શનિ આશરે અઢી વર્ષ પોતાના ઘરમાં રહેશે. જેનાથી દેશ માટે આ ફેરફાર ફાયદાકારક હશે.
- અનાજના સારા ઉત્પાદનની સાથે બજારમાં ઉછાળ આવવાની શક્યતા છે.
- આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશની પ્રગતિ થશે, પરંતુ પ્રાકૃતિક આપદાઓ પ્રભાવિત કરી શકે છે. 
- આતંકી ઘટનાઓ વધી શકે છે.
- મહત્વપૂર્ણ પદ વાળાએ સુરક્ષા અને સ્વાસ્થ્યનું ખાસ કરી ધ્યાન રાખવું પડશે.
- અસ્થિરતા વધી શકે છે. બીમારીઓની સારવારમાં નવી-નવી શોધ થશે.
- નવી-નવી દવાઓ અને તકનીક વિકસિત થશે. 
- સત્તા સંગઠનમાં ફેરફાર થશે.
- વિશ્વમાં સરહદ પર તણાવ શરૂ થઈ જશે.
- દેશમાં આંદોલન, હિંસા, ધરણા પ્રદર્શન, હડતાળ, બેન્ક કૌભાંડ, વાયુ દુર્ઘટના, વિમાનમાં ખરાબી, ઉપદ્રવ અને આગજનીની પરિસ્થિતિ બની શકે છે.
- પ્રાકૃતિક આપદાની સાથે અગ્નિ કાંડ, ભૂકંપ, ગેસ દુર્ઘટના, વાયુ દુર્ઘટના થવાની સંભાવના.

વક્રી શનિનો પ્રભાવ (Saturn Retrograde 2023)
શનિની શુભ અસરથી લોકોના અટકેલા કામ પૂરા થશે. મિલકત સંબંધિત મામલા સામે આવશે. કેટલાક નોકરીયાત લોકોની બદલીની સ્થિતિ બની શકે છે. પ્રમોશન થઈ શકે છે. કામની જવાબદારી વધવાની સંભાવના છે. વ્યાપારીઓના કામકાજના સ્થળે બદલાવ આવશે. રહેઠાણની જગ્યા પણ બદલાઈ શકે છે. તે જ સમયે, તેની અશુભ અસરને કારણે, કેટલાક લોકોને પગ અથવા હાડકામાં ઈજા થઈ શકે છે. ઓપરેશનની સ્થિતિ પણ બની શકે છે.જેના પર સાડાસાતી ચાલી રહી છે તેમણે લોન લેવી પડી શકે છે. કામકાજમાં વારંવાર બદલાવની સ્થિતિ રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news