આગામી 93 દિવસ સુધી શનિ વક્રી, આ 4 રાશિના જાતકો ભૂલમાં પણ ન કરે આ 5 કામ!

Saturn Horoscope Teansit 2024: શનિ જ્યારે પણ ઉલ્ટી ચાલ ચાલે છે, તેના ગોચરનો પ્રભાવ ખુબ વધી જાય છે. તેવામાં શનિના વક્રી રહેવા સુધી કુંભ સહિત 4 રાશિના જાતકોએ ભૂલમાં પણ કેટલાક કામ ન કરવા જોઈએ.

આગામી 93 દિવસ સુધી શનિ વક્રી, આ 4 રાશિના જાતકો ભૂલમાં પણ ન કરે આ 5 કામ!

Shani Vakri: શનિ, જેને કેટલાક લોકો સર્ટનના નામથી ઓળખે છે. શનિનું ગોચર ભલે માર્ગી હોય કે વક્રી દરેક રાશિ પર પોતાનો પ્રભાવ પાડે છે. 30 જૂન 2024થી શનિ દેવ વક્રી ચાલમાં કુંભ રાશિમાં ગોચર કરી રહ્યાં છે. શનિ જ્યારે પણ ઉલટી ચાલમાં ચાલ છે, તેના ગોચરનો પ્રભાવ ખુબ વધી જાય છે. શનિ વક્રી દરમિયાન શનિ શક્તિશાળી માનવામાં આવે છે. તો શનિના કુંભ ગોચરથી કર્ક રાશિ અને વૃશ્ચિક રાશિ પર ઢૈયાનો પ્રભાવ છે તો મકર, કુંભ અને મીન રાશિ પર સાડાસાતીનો પ્રભાવ રહેશે. તેવામાં 93 દિવસ સુધી શનિ વક્રી દરમિયાન કેટલાક કાર્યો કરવાથી શનિની નારાજગીનો સામનો કરવો પડે છે. આવો જાણીએ શનિની વક્રી ચાલ દરમિયાન શું કરવું જોઈએ અને શું નહીં.

શનિ વક્રી દરમિયાન આ જાતકોએ સાવધાન રહેવું
માનવામાં આવે છે કે શનિ દેવ જ્યારે વિપરીત દિશામાં ગોચર કરે છે તે તેમનો પ્રભાવ ખુબ વધી જાય છે. તો શનિ દેવની સાડાસાતી મીન, મકર અને કુંભ રાશિ પર ચાલી રહી છે. વૃશ્ચિક અને કર્ક રાશિ પર શનિની પનોતીની અસર છે. તેવામાં શનિ ગોચરથી ખર્ચ ખુબ વધી શકે છે. ઘર-પરિવારમાં માહોલ બગડી શકે છે. આ દરમિયાન શુભ કામની શરૂઆત કરવાથી બચો. લાઇફમાં સમસ્યા આવતી-જતી રહેશે. શનિ દેવના ખરાબ પ્રભાવની અસર ઓછી કરવા માટે શનિવારે  શમીના ઝાડની પૂજા કરો. સરસવના તેલ અને કાળા તલનું દાન કરો. હનુમાનજીની પૂજાથી શનિ દેવનો પ્રકોપ ઓછો થાય છે. ગરીબોને ભોજન કરાવો.

શનિ વક્રી દરમિયાન આ કામ ન કરો.
1. શનિ જ્યારે ઉલ્ટી ચાલમાં ગોચર કરી રહ્યાં હોય તો ભૂલમાં પણ નોકરો-ચાકરો સાથે ખરાબ વ્યવહાર ન કરો.
2. વૃદ્ધો કે અસહાય લોકોનું અપમાન ન કરો. અપશબ્દ ન કહો.
3. માંસ-દારૂ જેવા તામસિક ભોજનથી દૂર રહો.
4. લાલચ, છળકપટ જેવા ખરાબ કામોથી દૂર રહો.
5. નવા કામની શરૂઆત ન કરો.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news