આ વર્ષે બે દિવસ ઉજવાશે રક્ષાબંધન! જાણો રાખડી બાંધવાની યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત

ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન તહેવાર રક્ષાબંધનની ઉજવણી આ વખતે ક્યારે કરવી તેને લઈને અસમંજનની સ્થિતિ સર્જાઈ છે.આ વખતે 30-31 ઓગસ્ટ એમ બે દિવસ રક્ષાબંધન મનાવાશે..

આ વર્ષે બે દિવસ ઉજવાશે રક્ષાબંધન! જાણો રાખડી બાંધવાની યોગ્ય તારીખ અને શુભ મુહુર્ત

શાસ્ત્રવિદોના મતે શ્રાવણ સુદ 15 આ વખતે 30 ઓગસ્ટ બુધવારના સવારે 10:59થી શરૂ થાય છે અને તે 31 ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે 7:06 સુધી છે. આ ઉપરાંત બુધવારના રોજ રાત્રે 9:02 વાગ્યા સુધી છે, રાખડી બાંધવા માટે વિષ્ટિ કારણને મુહૂર્તમાં લેવાતું નથી છતાં કોઈ અનિવાર્ય કારણસર વિષ્ટિના પુંછના સમયને ધ્યાનમાં લેવામાં આવે છે. 31 ઓગસ્ટ ગુરુવારના પૂનમ ત્રણ મુહૂર્તની નથી માટે નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ ઉપરાંત મુહૂર્ત અંગેના ગ્રંથના સઁદર્ભમા રાખડી બાંધવા માટેનો યોગ્ય સમય છે.. 

જ્યોતિષીઓના મતે 30 ઓગસ્ટના રાત્રે 9:05થી રાત્રે 10:55ના રાખડી બાંધવા માટે મુહૂર્ત છે. નિશિથ કાળ પહેલા -જ્યોતિષ ગણિત મુજબ કુંડળીમાં ચોથે સૂર્ય અને મધ્ય રાત્રિની શરૂઆત કહી છે. આ સમયમાં રાખડી બાંધવી યોગ્ય જણાઈ રહી છે છતાં સ્થાનિક વિદ્વાનોના માર્ગદર્શન મુજબ પણ આ અંગે વિચાર કરવો વ્યવહારુ કહી શકાય..

ભદ્રા કાળમાં રાખડી કેમ નથી બાંધવામાં આવતી તો આ માટે એવું કહેવાય છે કે શુર્પર્ણખાએ ભદ્રા કાળમાં પોતાના ભાઈ રાવણને રાખડી બાંધી હતી જેના કારણે રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો અને એટલે જ એવી એક સર્વ સામાન્ય માન્યતા છે કે બહેનોએ ભદ્રાકાળમાં ક્યારેય ભાઈને રાખડી ન બાંધવી જોઈએ.. ભદ્રમાં રાખડી બાંધવાથી ભાઈનું આયુષ્ય ઓછું થઈ જાય છે અને એને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે..

રક્ષાબંધન ભદ્રકાળ - સાંજે 05:30 - સાંજે 06:31
રક્ષાબંધન ભદ્રા મુખા - સાંજે 06:31 - સાંજે 08:11 
રક્ષાબંધન ભદ્રા સમાપ્તિ સમય - રાતે 09:01 
રાખડી બાંધવા માટે પ્રદોષ કાલ મુહૂર્ત - રાત્રે 09.01 -  09.05 (30 ઓગસ્ટ 2023) એટલે કે માત્ર 4 મિનિટનો સમયગાળો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
વડતાલ મંદિરમાં શરૂ થયો ભવ્ય હિંડોળા મહોત્સવ, મંદિરના 200 વર્ષના ઈતિહાસને રજૂ કરાયો
આ 3 રાશિના લોકો નવેમ્બર સુધી રહે સાવધાન, વક્રી શનિ વધારી શકે છે જીવનમાં સમસ્યાઓ

કયા દેશમાં થાય છે શ્વાનની પૂજા? નામ જાણશો તો આશ્ચર્યચકિત થશો, કારણ પણ જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news