Panchak: 20 નવેમ્બરથી શરુ થયું રાજપંચક, જાણો આ 5 દિવસ કયા કામ કરવાથી થશે લાભ

Panchak In November: નવેમ્બર મહિનામાં 20મી નવેમ્બર 2023 અને સોમવારથી પંચક શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલશે અને આ સમય દરમિયાન કોઈપણ શુભ કામ કરવાની મનાઈ હશે. જો કે આ રાજ પંચક છે જેમાં કેટલાક કાર્યો કરવા શુભ પણ સાબિત થઈ શકે છે.

Panchak: 20 નવેમ્બરથી શરુ થયું રાજપંચક, જાણો આ 5 દિવસ કયા કામ કરવાથી થશે લાભ

Panchak In November:હિન્દુ ધર્મમાં દરેક શુભ કાર્ય માટે શુભ મુહૂર્ત જોવામાં આવે છે. કારણ કે કેટલાક દિવસો એવા હોય છે જેમાં શુભ કાર્ય કરવાથી અશુભ ફળ મળે છે. આવો જ સમય હોય છે પંચકનો. પંચક દરમિયાન પણ શુભ કાર્યો કરવામાં આવતા નથી. નવેમ્બર મહિનામાં 20મી નવેમ્બર 2023 અને સોમવારથી પંચક શરૂ થઈ રહ્યું છે. પંચક 5 દિવસ સુધી ચાલશે અને આ સમય દરમિયાન કોઈપણ શુભ કામ કરવાની મનાઈ હશે. જો કે આ રાજ પંચક છે જેમાં કેટલાક કાર્યો કરવા શુભ પણ સાબિત થઈ શકે છે.

રાજ પંચક એટલે શું ?

પંચકના ઘણા પ્રકાર હોય છે જેમ કે ચોર પંચક, અગ્નિ પંચક, મૃત્યુ પંચક, રાજ પંચક. અઠવાડિયાના કયા દિવસે પંચક શરૂ થઈ રહ્યા છે તેના આધારે તે નક્કી કરવામાં આવે છે. સોમવારથી શરૂ થતા પંચકને રાજ પંચક કહેવાય છે. સોમવારથી નવેમ્બર મહિનાનું પંચક શરૂ થઈ રહ્યું છે. તેથી આ રાજ પંચક છે. રાજ પંચક સરકારી કામો માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રાજ પંચક દરમિયાન સરકારી કામ અને મિલકત સંબંધિત કામ કરવાથી ચોક્કસ સફળતા મળે છે. નવેમ્બર 2023 માં રાજ પંચક સોમવાર 20 નવેમ્બરના રોજ સવારે 10:07 વાગ્યે શરૂ થશે અને 24 નવેમ્બર શુક્રવારે સાંજે 4:01 વાગ્યે સમાપ્ત થશે.

પંચકમાં આ કામ ન કરવા

દર મહિનામાં પંચક આવે છે. આ 5 દિવસનો સમય હોય છે અને આ સમય દરમિયાન કેટલાક કામ કરવાની મનાઈ હોય છે. તો ચાલો જાણીએ કે પંચક કાળમાં કયા કાર્યો ન કરવા જોઈએ.

- પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી. દક્ષિણ દિશા એ યમની દિશા છે. પંચક કાળમાં યમની દિશામાં યાત્રા કરવી કષ્ટદાયક સાબિત થઈ શકે છે.

- પંચક કાળમાં નવું ઘર બનાવવું કે તેની ઉપર છત બનાવવી અશુભ છે. આવા ઘરમાં રહેવાથી નુકશાન અને અશાંતિ થાય છે.

- પંચક કાળમાં મૃત્યુ પણ અશુભ માનવામાં આવે છે. જો કોઈનું મૃત્યુ આ દિવસોમાં થાય તો અંતિમ સંસ્કાર દરમિયાન વિશેષ વિધિ કરવામાં આવે છે. જેમાં મૃતદેહની સાથે લોટ અથવા કુશના 5 પૂતળા રાખવામાં આવે છે.  

- પંચક દરમિયાન લાકડા અને કોઈપણ પ્રકારનું ઈંધણ ખરીદવાની મનાઈ હોય છે.

- પંચક દરમિયાન પલંગ ખરીદવાથી અને બનાવવાથી પણ મૃત્યુ જેવું દુઃખ મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news