નવા વર્ષમાં રાહુ ગોચરથી આ રાશિઓને થશે જબરદસ્ત ફાયદો, જુઓ શું તમારો પણ થશે ભાગ્યોદય
માયાવી છાયા ગ્રહ રાહુનો સીધો પ્રભાવ માનવ જીવન પર પડે છે. રાહુ રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓનું જીવન બદલી જવાનું છે અને કેટલીક રાશિના જાતકોએ કષ્ટનો સામનો કરવો પડી શકે છે.
Trending Photos
નવી દિલ્હીઃ Rahu Gochar 2022: વર્ષ 2023 શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે. નવા વર્ષમાં ઘણા ગ્રહોની ચાલમાં પરિવર્તન તથા રાશિ ગોચર થશે. 2023માં શનિ, ગુરૂ તથા રાહુ-કેતુ જેવા ઘણા ગ્રહનું રાશિ પરિવર્તન થશે. જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને છાયા ગ્રહ માનવામાં આવ્યા છે. જ્યોતિષ ગણના અનુસાર જન્મ કુંડળીમાં રાહુ-કેતુના શુભ સ્થાન પર હોવા પર જાતકને ઉચ્ચ પદની પ્રાપ્તિ થાય છે. જાણો નવા વર્ષમાં થનાર રાહુ ગોચર કઈ રાશિઓ માટે લાભકારી રહેશે.
વૃષભ રાશિઃ આ રાશિના જાતકો માટે રાહુ રાશિ પરિવર્તન લાભકારી રહેવાનું છે. રાહુનું ગોચર તમારી રાશિના અગિયારમાં ભાવમાં થઈ રહ્યું છે. આ ગોચર કાળમાં તમને મિત્રનો સહયોગ પ્રાપ્ત થશે. આ સમયગાળામાં તમારા સાહસ તથા પરાક્રમમાં વૃદ્ધિ થશે. શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને લાભ થઈ શકે છે.
તુલા રાશિઃ તુલા રાશિ માટે રાહુ રાશિ પરિવર્તન શુભ ફળ લઈને આવશે. રાહુ ગોચર તમારી રાશિના છઠ્ઠા ભાવમાં થશે. આ સમયગાળા દરમિયાન તમને નોકરીના સારા અવસર મળશે. મોટી નોકરીની ઓફર મળી શકે છે. રાહુ ગોચર કાળમાં તમને સફળતા મળશે. યાત્રાનો યોગ બનશે.
મકર રાશિઃ મકર રાશિ માટે રાહુ ગોચર ત્રીજા ભાવમાં થશે. ગોચર કાળમાં ભાઈ-બહેનનો સહયોગ મળશે. તમારા પરાક્રમ તથા સાહસમાં વધારો થશે. વેપારીઓને લાભ થશે. મન પ્રસન્ન રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી પર અમે દાવો કરતા નથી કે તે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે