Love Line: લફરાં અને બ્રેકઅપ સહિત લવ લાઈફના બધા જ સીક્રેટ ખોલશે હથેળીની આ રેખા, લગ્ન જીવન વિશે પણ જાણો

Love life Line on Palm: દરેક વ્યક્તિની હથેળીમાં અનેક રેખાઓ હોય છે. આ રેખાઓમાંથી એક લગ્ન રેખા પણ હોય છે. હથેળીની લગ્ન રેખા વ્યક્તિના અફેર, બ્રેકઅપ, લગ્નજીવનના સુખ વિશે જાણકારી આપે છે.

Love Line: લફરાં અને બ્રેકઅપ સહિત લવ લાઈફના બધા જ સીક્રેટ ખોલશે હથેળીની આ રેખા, લગ્ન જીવન વિશે પણ જાણો

Love life Line on Palm: જ્યોતિષશાસ્ત્રની જેમ હસ્તરેખા શાસ્ત્રથી પણ વ્યક્તિના જીવન વિશે જાણકારી મેળવી શકાય છે. તેના ભવિષ્ય વિશે જાણવું પણ હસ્તરેખા શાસ્ત્રની મદદથી શક્ય છે. મોટાભાગના લોકોને લવ લાઈફ વિશે જાણવામાં વધારે રસ હોય છે. લવ લાઈફ કેવી રહેશે ? સાચો પ્રેમ મળશે કે નહીં ? લગ્ન ક્યારે થશે ? લગ્નજીવન સુખી હશે કે નહીં ? આ પ્રકારના પ્રશ્નો વિશે જાણવાની જિજ્ઞાસા  બધામાં હોય છે. આ પ્રકારના પ્રશ્નોનો જવાબ પણ હથેળીમાં બનેલી એક રેખા વડે મળે છે. 

દરેક વ્યક્તિની હથેળીમાં લગ્ન રેખા હોય છે. આ રેખા વ્યક્તિના જીવનના પ્રેમ સંબંધો, તેના બ્રેકઅપ, પ્રેમમાં દગો મળવો, વૈવાહિક જીવન વિશે જણાવે છે. તો ચાલો આ લગ્નરેખા વિશે વિસ્તારપૂર્વક જાણીએ. 

હથેળીમાં ક્યાં હોય છે લગ્નરેખા ?

ટચલી આંગળીની નીચેના ભાગમાં સાઈડની તરફ આડી નાની નાની રેખાઓ હોય છે. ઘણા લોકોની હથેળીમાં આ રેખાઓ બહાર સુધી આવતી લાંબી હોય છે. તેને લગ્નરેખા કહેવાય છે. 

લગ્ન રેખા પરથી જાણો પ્રેમ અને લગ્ન યોગ વિશે 

1. પ્રેમ જીવન અને લગ્ન જીવન કેવું રહેશે તેનો અંદાજ વિવાહ રેખા પરથી મેળવી શકાય છે. જેમકે હથેળીમાં ટચલી આંગળીની નીચે નાની નાની અનેક રેખાઓ હોય તો તે વ્યક્તિના જીવનમાં અનેક પ્રેમી આવે છે એટલે કે એના તે પ્રેમ સંબંધો વધારે હોય છે. 

2. જો હથેળીના આ ભાગમાં ઝીણી ઝીણી રેખાઓ તૂટતી હોય તો તે વ્યક્તિના બ્રેકઅપ વધારે થાય છે. 

3. ટચલી આંગળીની નીચે સ્પષ્ટ રીતે દેખાતી નાની રેખા એક કરતાં વધારે હોય તો તે વ્યક્તિના એકથી વધુ લગ્ન થવાની સંભાવના હોય છે. 

4. ટચલી આંગળીની નીચે નાનકડી રેખા સ્પષ્ટ અને તૂટ્યા વિનાની હોય તો તે વ્યક્તિનું લગ્ન જીવન સારું ચાલે છે અને તેનું દાંપત્યજીવન સુખી હોય છે. 

5. ટચલી આંગળી નીચેની આ આડી રેખા તૂટેલી અને આછી હોય તો તે વ્યક્તિના લગ્ન થયા પછી છૂટાછેડા થાય તેવી સંભાવના હોય છે. 

6. વ્યક્તિના હાથમાં મંગળ પર્વતથી કોઈ રેખા નીકળે અને મસ્તિષ્ક, ભાગ્ય અને હૃદય રેખાને કાપીને તે બુધ પર્વત પર જઈને સમાપ્ત થતી હોય તો વ્યક્તિના બ્રેકઅપ અથવા તો છૂટાછેડા થવાનું જોખમ વધારે હોય છે. આવી રેખા હોય તેના લગ્ન તૂટે નહીં તો પણ તેના પાર્ટનર હંમેશા દુઃખી રહે છે. 

7. ટચલી આંગળી નીચેની નાની રેખાને જો કોઈ અન્ય રેખા કાપતી હોય તો તે વ્યક્તિના સંબંધો લાંબો સમય ટકતા નથી..

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news