Navratri 2021: આજે નવલી નવરાત્રિનું નવમું નોરતું, આ રીતે કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના

દેશભરમાં જોરશોરથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે નવલી નવરાત્રિનું છેલ્લું એટલે કે નવમિું નોરતું છે. 8 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવી. આજે નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે આજના દિવસની પૂજા અર્ચનાનું મહત્વ શું છે તે અમે અહીં જણાવીશું.

Navratri 2021: આજે નવલી નવરાત્રિનું નવમું નોરતું, આ રીતે કરો માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના

નવી દિલ્હીઃ દેશભરમાં જોરશોરથી નવરાત્રિની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે નવલી નવરાત્રિનું છેલ્લું એટલે કે નવમિું નોરતું છે. 8 દિવસ સુધી માતાજીના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવી. આજે નવમા નોરતે માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવામાં આવે છે. ત્યારે આજના દિવસની પૂજા અર્ચનાનું મહત્વ શું છે તે અમે અહીં જણાવીશું. મા દુર્ગાજીની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિદ્ધિઓ આપનાર દેવી છે. આ દિવસ માતા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જે માણસ માતાના આ રૂપની આરાધના કરે છે તેને બધા જ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. નવમા નોરતે શાસ્ત્રીય વિધિવિધાન સાથે અને પૂરી નિષ્ઠાથી જે મા સિદ્ધિદાત્રીની પ્રાર્થના કરે છે તેને તમામ સિધ્ધિઓ પ્રાપ્ત થાય છે. તે વ્યક્તિ માટે સૃષ્ટિમાં કંઈ પણ અગમ્ય રહેતું નથી. માતા સિદ્ધિદાત્રી કમળના ફૂલ પર બિરાજમાન છે. આજના આ પાવન દિવસે રીંગણી કલરના કપડા પહેરવાનું શુભ મનાઈ છે.

માર્કણ્ડેય પુરાણ મુજબ અળિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ - આ આઠ સિધ્ધિયો હોય છે. શ્રીકૃષ્ણ જન્મ ખંડમાં તેની સંખ્યા 18 બતાવી છે. જેના નામ અણિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ, વાશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવાણ, પરકાયપ્રવેશન, વાકસિધ્ધિ, કલ્પવૃક્ષત્વ,
સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરત્વ, સર્વન્યાયકત્વ, ભાવના, સિધ્ધિ છે. 

મા સિદ્ધિદાત્રી ચાર હાથવાળા દેવી છે. અને તેમનું વાહન સિંહ છે.  તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે. સિદ્ધિદાત્રી માના આશીર્વાદથી ભક્તો જે સફળતા મેળવવા માગે છે તે મળે છે. માતા સિદ્ધિદાત્રીની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક, પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે.

મા સિદ્ધિદાત્રીનો મંત્ર-
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात्‌ सिद्धिदा सिद्धिदायिनी॥

માના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમનિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનુ સ્મરણ ધ્યાન, પૂજન અમને આ સંસારની અસારતાનો બોધ કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવાવાળી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news