જયા પ્રદાથી ડરી ગયા આઝમ ખાન? જનસભામાં આપેલા નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

લોકસભા ચૂંટમીના પ્રચારમાં લાગેલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ લેતા નથી. પહેલા બજરંગબલીવાળું નિવેદન અને હવે આઝમ ખાને એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  ખાને કહ્યું કે હું 18 કલાક કામ કરું છું. રાતે 3-4 પહેલા સૂતો નથી. મને જનતાની દુઆ અને સાથની જરૂર છે કારણ કે મારો દુશ્મન ખુબ શક્તિશાળી છે.  
જયા પ્રદાથી ડરી ગયા આઝમ ખાન? જનસભામાં આપેલા નિવેદનથી રાજકારણમાં ખળભળાટ

રામપુર: લોકસભા ચૂંટમીના પ્રચારમાં લાગેલા સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાનના વિવાદાસ્પદ નિવેદનો અટકવાનું નામ લેતા નથી. પહેલા બજરંગબલીવાળું નિવેદન અને હવે આઝમ ખાને એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઈને રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.  ખાને કહ્યું કે હું 18 કલાક કામ કરું છું. રાતે 3-4 પહેલા સૂતો નથી. મને જનતાની દુઆ અને સાથની જરૂર છે કારણ કે મારો દુશ્મન ખુબ શક્તિશાળી છે.  

મારી વિરુદ્ધ 400 કેસ છે
આઝમ ખાને કહ્યું કે જો કોઈ કહે કે તેમણે રામપુરમાં કામ કર્યું છે, પરંતુ તેમણે ફક્ત મને ઠેકાણે  લગાવ્યો છે, મારા વિરુદ્ધ સાડા ચાર સો કેસ નોંધાયેલા છે. તેમણે કહ્યું કે, મારા ઉપર એસઆઈટી તપાસ ચાલી રહી છે. મેં કેટલાક લોકોને નોકરીઓ આપી હતી તેમાંથી કેટલીક નોકરી મારા સમાજના લોકોને પણ આપી હતી, જેના કારણે મારા પર તપાસ ચાલી રહી છે. 

હું 18 કલાક કામ કરું છું: આઝમ ખાન
આઝમ ખાને કહ્યું કે સત્તા મેળવવા માટે અને રાજકારણની ટોચ પર રહેવા માટે લોકોએ ઘણા દેખાવ કર્યા છે. ખાને કહ્યું કે હું 18 કલાક કામ કરું છું. રાતે 3-4 પહેલા સૂતો નથી. મને જનતાની દુઆ અને સાથની જરૂર છે કારણ કે મારો દુશ્મન ખુબ શક્તિશાળી છે.  આઝમ ખાને કહ્યું કે, 'એક સમય હતો કે જ્યારે આખી દુનિયા પર તમારી નેકીનો, તમારી સારાંશનો....પરંતુ હવે અમને વ્યાજખોર કહે છે આથી આપણા પાડોશી આપણી ઈજ્જત કરતા નથી. તેમણે કહ્યું કે મને ખોટો કહેવાય છે, મેં નાચવાની દુકાન નથી ખોલી, દારૂનો અડ્ડો નથી  ખોલ્યો.' 

જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news