બુધ ગોચરઃ 28 ડિસેમ્બરથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, આર્થિક ક્ષેત્રે થશે મોટો લાભ

બુધ ગ્રહ 28 ડિસેમ્બર, 2022ના સવારે 6.01 કલાકે ધન રાશિમાં ગોચર કરશે. આ દરમિયાન ધનના બુધનું અલગ-અલગ રાશિઓ પર વિવિધ પરિણામ જોવા મળશે. જાણો બુધ ગોચરનું ફળ....

બુધ ગોચરઃ 28 ડિસેમ્બરથી ચમકશે આ રાશિના જાતકોનું ભાગ્ય, આર્થિક ક્ષેત્રે થશે મોટો લાભ

Budh Gochar 28 December 2022: વર્ષ 2022નું છેલ્લું બુધ ગોચર ઘણી રાશિઓ માટે લાભકારી માનવામાં આવી રહ્યું છે. બુધ ગ્રહને વ્યાપાર, સંવાદ તથા તર્ક વગેરેનો કારક માનવામાં આવ્યો છે. બુધ રાશિ પરિવર્તન કરિ શનિની સ્વરાશિ મકરમાં ગોચર કરશે. ત્યારબાદ 31 ડિસેમ્બરે વક્રી થઈ જશે. જાણો બુધ ગોચરથી કઈ રાશિઓને લાભ મળશે. 

મેષઃ બુધ ગોચરથી કરિયરમાં સફળતા મળશે. વ્યાપારને ગતિ મળશે. તમારા કાર્યની કાર્યસ્થળ પર પ્રશંસા થશે. નોકરી બદલવાનો પ્રયાસ કરી રહેલા લોકોને ખુશખબરી મળી શકે છે. 

વૃષભ રાશિઃ આધ્યાત્મ તરફ ઝુકાવ રહેશે. વર્ષ 2022નું છેલ્લું બુધ રાશિ પરિવર્તનથી તમને નવી નોકરીની ઓફર મળી શકે છે. કરિયરમાં પ્રગતિ સંભવ છે. વેપારીઓને નફો થશે. કુંવારાઓને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. 

કર્ક રાશિઃ કર્ક રાશિના જીવનમાં ખુશીઓ આવશે. જો તમારા સંબંધ માટેની વાત ચાલી રહી છે તો લગ્ન નક્કી થઈ શકે છે. પાર્ટનરશિપમાં કામ કરવામાં થોડી સાવચેતી રાખવાની જરૂર છે. બાકી સમય અનુકૂળ રહેવાનો છે. 

કન્યા રાશિઃ બુધ રાશિ પરિવર્તનથી કન્યા રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે લાભ મળી શકે છે. આર્થિક મામલાનો ઉકેલ આવશે. ધન સંચય કરવામાં સફળ રહેશો. શિક્ષણ સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. 

ધન રાશિઃ ધન રાશિના જાતકોને આવકના નવા સાધન મળશે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે. અટકાયેલા ધનની પ્રાપ્તિ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. વાણી પર કાબુ રાખો. ભવન કે વાહનની ખરીદી કરી શકો છો. 

મકર રાશિઃ મકર રાશિ માટે આ સમય અનુકૂળ રહેવાનો છે. કોઈ નવા કામની શરૂઆત કરવી લાભકારી રહેશે. નોકરીમાં પ્રગતિ સંભવ છે. પરંતુ ધન મામલામાં સાવચેતી રાખવી જોઈએ. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે દાવો કરતા નથી કે આ સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news