1 વર્ષ બાદ મંગળ-સૂર્યની અદભૂત યુતિ, પૈસામાં આળોટશે આ 3 રાશિવાળા, બનશે ધનકુબેર!

Mangal Surya Gochar 2023: વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ સમયાંતરે રાશિ ગોચર કરીને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેનાથી ગ્રહોની યુતિ બને છે. શુભ અશુભ યોગ બને છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે. 17 ઓગસ્ટે સૂર્ય ગોચર કરીને સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ પહેલેથી જ આ સિંહ રાશિમાં રહેશે. આ રીતે સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને સૂર્યની યુતિ બનશે

1 વર્ષ બાદ મંગળ-સૂર્યની અદભૂત યુતિ, પૈસામાં આળોટશે આ 3 રાશિવાળા, બનશે ધનકુબેર!

Mangal Surya Gochar 2023: વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ સમયાંતરે રાશિ ગોચર કરીને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. તેનાથી ગ્રહોની યુતિ બને છે. શુભ અશુભ યોગ બને છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને ગોચર કરે છે. 17 ઓગસ્ટે સૂર્ય ગોચર કરીને સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. જ્યારે મંગળ પહેલેથી જ આ સિંહ રાશિમાં રહેશે. આ રીતે સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને સૂર્યની યુતિ બનશે. જ્યોતિષ મુજબ એક વર્ષ બાદ 17 ઓગસ્ટ 2023ના રોજ સિંહમાં મંગળ-સૂર્યનું મિલન થશે અને આ મોટું પરિવર્તન લાવશે. સૂર્ય સફળતા, આત્મવિશ્વાસ, સ્વાસ્થ્યનો કારક છે જ્યારે મંગળ ગ્રહ શૌર્ય, પરાક્રમ, વિવાહ અને જમીનનો કારક છે. સિંહમાં મંગળ-સૂર્યની યુતિ કઈ રાશિવાળા પર સકારાત્મક છાપ છોડશે તે જાણો. 

આ રાશિવાળાને મંગળ-સૂર્યની યુતિ કરવશે છપ્પરફાડ ધનલાભ

મેષ રાશિ
મંગળ ગ્રહ મેષ રાશિનો સ્વામી છે અને મંગળ-સૂર્યની યુતિ આ રાશિના જાતકોને ખુબ લાભ કરાવશે. આ લોકોને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરીમાં તમારી સ્થિતિ સારી થશે. અચાનક ક્યાંકથી પૈસા મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. 

કર્ક રાશિ
સૂર્ય અને મંગળની યુતિ કર્ક રાશિવાળા માટે લાભકારક સિદ્ધ થઈ શકે છે. આ યુતિ આ લોકોને ખુબ ધન અપાવશે. તમારી આવક વધી શકે છે. ફસાયેલા પૈસા મળી શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. જરૂરી કામ પૂરા થશે. વાણીના દમ પર કામ બનશે. વેપારીઓને લાભ થશે. 

સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને મંગળ સૂર્યની યુતિ સિંહ રાશિમાં જ થઈ રહી છે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરનારાઓને પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. વેપારમાં મોટો લાભ થશે. અપરણિતોના વિવાહ નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે ગેરસમજ હતી તે દૂર થશે. સંબંધ મજબૂત થશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news