Rain Alert : ગુજરાતમાં વરસાદે ક્યાં વિરામ લીધો અને ક્યા ત્રાટકશે, હવામાન વિભાગની આ છે નવી આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી,,, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે મધ્યમ વરસાદ,,,
 

Rain Alert : ગુજરાતમાં વરસાદે ક્યાં વિરામ લીધો અને ક્યા ત્રાટકશે, હવામાન વિભાગની આ છે નવી આગાહી

IMD On Gujarat Rain Alert : ગુજરાતમાં ચોમાસાના વિધિવત આગમન બાદ છેલ્લા 10 દિવસોથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓને વરસાદે બરાબરના પલાળ્યા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યુ છે. ત્યારે હાલ વરસાદે વિરામ લીધો હોવાની ચર્ચા છે. આ વચ્ચે હવામાન વિભાગની આગાહી શું કહે છે તેના પર એક નજર કરીએ. હવામાન વિભાગે જુલાઈના પહેલા અઠવાડિયામાં વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં 6-7 તારીખથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે. 

આજે ક્યાં ક્યાં આગાહી 
રાજ્યમાં આજે સવારે છ વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં માત્ર 11 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે ગત 10 દિવસોમાં ઓછો કહી શકાય. જેમાં સૌથી વધુ વરસાદ ભરૂચના હાસોલ અને સુરતના બારડોલીમાં અડધા ઇંચ કરતાં ઓછો વરસાદ નોઁધાયો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, હજુ રાજ્યમાં 5 દિવસ રહેશે વરસાદી માહોલ રહેશે. રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો આજે સોમવારે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડશે. તો ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદની આગાહી છે. 

વરસાદે વિરામ લીધો 
આજથી ત્રણ દિવસ ભારે વરસાદની કોઇ ચેતવણી નથી. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં, ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરના અનેક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ રહી શકે છે. આ આગાહીને કારણે ગુજરાતીઓને થોડી રાહત મળી શકે છે. 

અમદાવાદમાં સરેરાશ 52 ટકા વરસાદ નોંધાયો 
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 83 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જૂનાગઢના મેંદરડામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો 13 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં 10 દિવસમાં મેઘરાજાએ મહેર કરી છે. જેમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 52 ટકા વધુ વરસાદ વરસ્યો છે. છેલ્લાં 5 દિવસમાં અમદાવાદ શહેરમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news