1 વર્ષ બાદ સિંહ રાશિમાં બની રહી છે અદભૂત યુતિ, આ 3 રાશિવાળા થશે માલામાલ, તિજોરીઓ છલકાશે!

Surya Mangal Yuti 2023 in Sinh Rashi: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહ અલગ અલગ સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઓગસ્ટ મહિનામાં 2 એવા મહત્વપૂર્ણ ગોચર થવાના છે જે કેટલીક રાશિવાળાને તગડો લાભ કરાવશે. સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી એક વર્ષ બાદ મંગળ અને સૂર્યની સિંહ રાશિમાં યુતિ થવા જઈ રહી છે.

1 વર્ષ બાદ સિંહ રાશિમાં બની રહી છે અદભૂત યુતિ, આ 3 રાશિવાળા થશે માલામાલ, તિજોરીઓ છલકાશે!

Surya Mangal Yuti 2023 in Sinh Rashi: જ્યોતિષ શાસ્ત્ર મુજબ તમામ 9 ગ્રહ અલગ અલગ સમય પર રાશિ પરિવર્તન કરે છે. ઓગસ્ટ મહિનામાં 2 એવા મહત્વપૂર્ણ ગોચર થવાના છે જે કેટલીક રાશિવાળાને તગડો લાભ કરાવશે. સૂર્યના સિંહ રાશિમાં ગોચરથી એક વર્ષ બાદ મંગળ અને સૂર્યની સિંહ રાશિમાં યુતિ થવા જઈ રહી છે. સૂર્યની રાશિ સિંહમાં મંગળ અને સૂર્યની યુતિના તમામ લોકોના જીવન પર મોટી અસર થશે. જ્યારે કેટલીક રાશિવાળાઓને તો ચાંદી જ ચાંદી થઈ જશે. સૂર્ય 16 ઓગસ્ટના રોજ સિંહમાં પ્રવેશ કરશે. જયારે મંગળ તો પહેલેથી જ સિંહ રાશિમાં છે. 

મંગળ સૂર્યની યુતિ આપશે બંપર લાભ

મેષ રાશિ
મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. સિંહ રાશિમાં મંગળ સૂર્યની યુતિ મેષ રાશિના જાતકોને ખુબ લાભ કરાવશે. આ લોકોને સંતાન સંબંધી શુભ સમાચાર મળી શકે છે. કરિયર માટે લાભદાયી સમય છે. અચાનક ક્યાંકથી પૈસા આવી શકે છે. લવ પાર્ટનર સાથે સારું બનશે. 

કર્ક રાશિ
કર્ક રાશિવાળાને પણ સૂર્ય અને મંગળની યુતિ  ખુબ લાભ કરાવશે. આ લોકોને ક્યાંકથી ખુબ પૈસા મળી શકે છે. આવકમાં વધારો થઈ શકે છે. ફસાયેલા પૈસા મળી શકે છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિ સારી થશે. કેટલાક જરૂરી કામ પૂરા  થતા મોટી રાહત મળશે. નોકરી વેપાર બંને રીતે સારો સમય છે. 

સિંહ રાશિ
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે અને મંગળ સૂર્યની યુતિ સિંહ રાશિમાં જ થઈ રહી છે. જેનાથી સૌથી વધુ લાભ સિંહ રાશિના જાતકોને થશે. નોકરી કરનારાઓને પ્રમોશન-ઈન્ક્રીમેન્ટ મળી શકે છે. વેપારી વર્ગનો નફો વધી શકે છે. કોઈ મોટી ડીલ પાક્કી  થઈ શકે છે. આત્મવિશ્વાસ વધશે. અપરણિતોના લગ્ન નક્કી થઈ શકે છે. જીવનસાથી સાથે સંબંધ સારા થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news