હવામાન વિભાગની આજની આગાહી : આજે ગુજરાતના 15 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે

Gujarat Weather Forecast :  છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોધાયો 

હવામાન વિભાગની આજની આગાહી : આજે ગુજરાતના 15 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ તૂટી પડશે

Ambalal Patel Monsoon Prediction : ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનારાધાર વરસાદની આગાહી છે. હાલ આખુ ઉત્તર ભારત વરસાદના બાનમાં છે.  હિમાચલ પ્રદેશમાં મંડીથી મનાલી સુધી જળપ્રલયથી તબાહી જ તબાહી. મચી ગઈ છે. હિમાચલ પ્રદેશમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 80 લોકોનાં મૃત્યુ થયા છે. આ વચ્ચે હજી પણ વરસાદ અટકવાનો નથી. હજુ પણ વરસાદની આગાહી છે. 23થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. વરસાદને પગલે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે.

આજે ક્યાં ક્યાં વરસાદ છે 
આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી એવી છે કે, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ,  ખેડા, મહેસાણા, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ભરૂચ અને નર્મદામાં હળવા વરસાદની આગાહી છે. 

વરસાદનું જોર ઘટ્યું
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરના શિહોરમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો 14 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. આ બતાવે છે કે, હાલ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. ગુજરાતમાં હાલ વરસાદને બ્રેક લીધો છે. પરંતુ આ બ્રેક નાનો છે. આવતીકાલ 13 જુલાઈથી ફરીથી ધોધમાર વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે. 

ચોથો રાઉન્ડ પણ આવશે
અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ચોમાસાનું પ્રથમ ડીપ ડિપ્રેશન 18-19અને 20 જુલાઈએ આવશે. 23 થી 30 જુલાઈ વચ્ચે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ડીપ ડિપ્રેશન મજબૂત બનીને આખા દેશને ધમરોળશે. ગુજરાત સહિત આખા દેશના અનેક ઘણા ભાગોમાં વરસાદ રહી શકે તેમ છે. ગુજરાતના માં કોઈ કોઈ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે.

અંબાલાલ પટેલે કહ્યું કે, દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતા નદીઓમાં પૂરની શક્યતા છે. તો પૂરના પાણીથી ગંગા જમના નદીની જળ સપાટી વધી શકે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેમાં અમદાવાદની સાબરમતી નદીના પાણીની સપાટીમાં વધારો થશે. તો ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદીમાં પણ પાણીની આવક વધશે. સરદાર સરોવર બંધની ઉંચાઈ સુધી પાણી આવી જવાની શક્યતા છે.   

ઉત્તર ગુજરાતમાં સ્થિતિ ખરાબ
ઉત્તર ગુજરાતમાં સતત પાંચમા દિવસે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લા વરસાદની ઝપેટમાં આવી ગયા છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. જોકે, રાજસ્થાનના વરસાદની અસર ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહી છે. જસ્થાન અને ઉપરવાસમાં ભારે વરસાદ પડતાં દાંતીવાડા ડેમ 70 ટકા ભરાયો હતો. જેને લઈને રાજસ્થાનને અડીને આવેલા વિસ્તારોના નીચાણના ભાગોના ગામડાઓને એલર્ટ અપાયું છે. બાયડ નગર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતાં નીચાણવાળા વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news