આખા ભારતમાંથી માત્ર કુરુક્ષેત્ર ભૂમિની જ કેમ શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે પસંદગી કરી હતી?

Mahabharat War Secret : મહાભારતના યુદ્ધ માટે કુરુક્ષેત્રની ભૂમિ પસંદ કરવા પાછળ એક ચોક્કસ કારણ હતું, શ્રીકૃષ્ણએ ભૂમિના પ્રકાર પરથી કુરુક્ષેત્રની પસંદગી કરી હતી... આખરે કુરુક્ષેત્રની ભૂમિમાં એવું તો શું છે

આખા ભારતમાંથી માત્ર કુરુક્ષેત્ર ભૂમિની જ કેમ શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ માટે પસંદગી કરી હતી?

mahabharat interesting fatcs : એવું માનવામાં આવે છે કે, સ્થળ અને પહેરવેશની માનવોના મનોસ્થિતિ પર અસર થાય છે. આપણે બધા જાણીએ છીએ કે મહાભારત ધર્મ અને અધર્મની લડાઈ હતી. આ યુદ્ધ ભાઈઓ ભાઈઓ વચ્ચેનું હતું. આ યુદ્ધ કુરુક્ષેત્રની ભૂમિ પર લડાયુ હતું. જેથી કુરુક્ષેત્રની ભૂમિ ઈતિહાસમાં મહત્વ છે. પંરતુ શુ તમે જાણો છો કે આખા ભારતમાં બીજુ કોઈ સ્થળ નહિ, પરંતુ માત્ર કુરુક્ષેત્રની ભૂમિ પર જ કેમ મહાભારતનું યુદ્ધ થયું. યુદ્ધ માટે સ્થળની પસંદગી શ્રીકૃષ્ણને કરવાની હતી, તો શ્રીકૃષ્ણે કુરુક્ષેત્રની જ કેમ પસંદગી કરી. તો તમને જણાવી દઈએ કે યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવા પાછળ એક ચોક્કસ કારણ હતું. જે શાસ્ત્રોમાં વર્ણાવાયેલું છે. આ પાછળ એક અદભૂત કહાની છે.

શ્રીકૃષ્ણને હતો આ વાતનો ડર
જ્યારે મહાભારત યુદ્ધને ટાળવું મુશ્કેલ બની ગયું, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણને યુદ્ધ માટે ભૂમિની પસંદગી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કૃષ્ણ એવી ભૂમિ પસંદ કરવા માંગતા હતા, જેનો ઈતિહાસ બહુ જ ભયભીત અને આકરો રહ્યો હોય. ભગવાન શ્રીકૃષ્ણને આ બાબતનો ભય હતો કે, ક્યાંક યુદ્ધ ભૂમિમાં કૌરવ અને પાંડવો એકબીજાને મરતા જોઈને સંધી ન કરી બેસે. તેથી તેઓ એવી ભૂમિ પસંદ કરવા માંગતા હતા, જ્યાં ક્રોધ અને દ્વેષનો ઈતિહાસ રહેલો હોય.  

યુદ્ધ ભૂમિની પસંદગી માટે શ્રીકૃષ્ણએ પોતાના દૂત મોકલ્યા
શ્રીકૃષ્ણ એ જામતા હતા કે, આ યુદ્ધ ધર્મ માટે લડાઈ રહ્યું છે. જ્યાં બંને તરફ એક જ પરિવારના લોકો છે. આ યુદ્ધ ભાઈ-ભાઈ વચ્ચે, ગુરુ-શિષ્ય વચ્ચે, સંબંધી-કુટુંબીઓ વચ્ચે થઈ રહ્યું છે. તેથી શ્રીકૃષ્ણનો વિચાર હતો કે, યોદ્ધાઓના મનમાં એકબીજા માટે કઠોરતા ઉચ્ચ સ્તર પર હોય. આ વિચારથી શ્રીકૃષ્ણએ પોતાના અનેક દૂતોને વિવિધ દિશાઓમાં મોકલ્યા હતા, જેથી યુદ્ધ માટે ભયભીત અને કઠોર ભૂમિ વિશે માહિતી મેળવી શકાય. 

દૂતે સંભળાવી હતી આ વાર્તા 
દૂત પરત ફર્યા. જેમાં એક દૂતે જણાવ્યું કે, એક સ્થાન એવું છે જ્યાં મોટા ભાઈએ નાના ભઆઈને ખેતીમાં વહેતા પાણીને રોકવા માટે કહ્યુ હતું. તો નાના ભાઈએ ના પાડી હતી અને કહ્યુ હતું કે, તમે જાતે જ બંધ કેમ નથી કરી દેતા. હું તમારો ગુલામ નથી. આ સાંભળીને મોટા ભાઈ ક્રોધિત થયા હતા, અને આવેશણાં આવીને નાના ભાઈને ચાકુથી માર્યો હતો. મોટાભાઈએ ક્રુરતાની તમામ હદ પાર કરી હતી, તેના બાદ નાના ભાઈની લાશને ધસેડીને એ જ જગ્યા પાસે લઈ ગયો, જ્યા પાણી વહેતુ હતું. તેના લાશને પગથી કચડીને વહેતા પાણીને રોક્યું હતું.

આ સાંભળીને શ્રીકૃષ્ણે નક્કી કર્યું કે, આ ભૂમિ ભાઈ-ભાઈના યુદ્ધ માટે સૌથી ઉત્તમ સ્થાન છે. આ સ્થાનનો ઈતિહાસ યોદ્ધાઓના મસ્તિષ્ક પર હાવી થઈ જશે. આ જગ્યા બીજી કોઈ નહિ, પરંતુ કુરુક્ષેત્ર હતી. જ્યાં મોટા મોટા વીરોનો પણ અંત થવાનો હતો. મહાભારતનો આ પ્રસંગ વર્ણવે છે કે સ્થળનું પણ માણસોના વિચારો, શુભ અશુભ પર ઘણું મહત્વ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news