Aparajita Flower: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય હોય છે અચૂક, કરવાથી તુરંત મળે ફળ

Aparajita Flower: જે રીતે મની પ્લાન્ટ ઘરમાં હોવાથી સુખ, સમૃદ્ધિ આવે છે તે રીતે આ ફૂલની વેલ પણ ઘરમાં વધે તો ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ ફૂલની વેલ જે ઘરમાં હોય ત્યાં ગરીબી અને દુઃખ ટકતા નથી. 

Aparajita Flower: આ છોડ ચુંબકની જેમ આકર્ષે છે ધન, તેના ફુલથી કરેલા ઉપાય હોય છે અચૂક, કરવાથી તુરંત મળે ફળ

Aparajita Flower:ઘરમાં અપરાજિતાનો છોડ લગાવવો ખૂબ જ શુભ ગણાય છે. તેનાથી ઘણા બધા ફાયદા થાય છે. અપરાજિતાના ફૂલને શુભ માનવામાં આવે છે. જે રીતે મની પ્લાન્ટ ઘરમાં હોવાથી સુખ, સમૃદ્ધિ આવે છે તે રીતે આ ફૂલની વેલ પણ ઘરમાં વધે તો ઘરમાં સકારાત્મકતા શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ ફૂલની વેલ જે ઘરમાં હોય ત્યાં ગરીબી અને દુઃખ ટકતા નથી. આ ફૂલનો પૂજામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. અપરાજિતાના ફૂલને વિષ્ણુકાંતાના ફૂલ પણ કહેવાય છે. આ ફૂલ બ્લુ અને સફેદ રંગના હોય છે. આ ફૂલના કેટલાક ઉપાયો જીવનમાંથી સમસ્યાઓને દૂર કરે છે. 

અપરાજિતાના ફૂલ ભગવાન વિષ્ણુ અને શનિદેવને પ્રિય છે. આ બંનેની પૂજામાં આ ફૂલનો ઉપયોગ થાય છે. તેનાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આર્થિક સ્થિતિ સુધરે છે. જે વ્યક્તિ ઘરમાં આ ફૂલની વેલ લગાવે છે તે અમીર બની શકે છે. 

અપરાધિતાના ફૂલના ઉપાયો

1. દર શનિવારે શનિદેવને અપરાજિતાના ફૂલની માળા બનાવીને પહેરાવો. તેનાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ, સમૃદ્ધિના આશીર્વાદ મળે છે. સાથે જ જીવનમાં આવેલી બાધાઓ દૂર થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. 

2. જો કારકિર્દીમાં સફળતા મેળવવી હોય તો સોમવારે શિવલિંગ પર અપરાજિતાના ફૂલ જણાવો. તેનાથી વેપારમાં વૃદ્ધિ થશે અને કારકિર્દીમાં પ્રગતિ થશે. 

3. વેપારમાં લાભ વધારવો હોય તો અપરાજિતાના સાત ફૂલને ગંગાજળથી ધોઈ પીળા કપડામાં બાંધીને તેની પોટલી બનાવો. આ પોટલીને દુકાનના ગલ્લામાં રાખો તેનાથી વેપાર વધે છે. 

4. જો આર્થિક તંગી પીછો છોડતી ન હોય તો સોમવારે વહેતા પાણીમાં અપરાજિતાના પાંચ ફૂલને એક સાથે પ્રવાહિત કરો. સાથે જ આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે પ્રાર્થના કરો. ટૂંક સમયમાં જ આર્થિક તંગીથી મુક્તિ મળી જશે. 

5. હનુમાનજીના ચરણોમાં અપરાજિતાના ફૂલ નિયમિત અર્પણ કરવાથી જીવનમાં ધનની ખામી સર્જાતિ નથી. સાથે જ હનુમાનજી મનોકામના પણ પૂર્ણ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news