Janmashtami: ભગવાન શ્રીકૃષ્ણની જો આ 7 વાત માનશો તો જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં પડે
Shri Krishna Janmashtami 2023: કુરુક્ષેત્રના આખા યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણએ પાંડવોને તેમના લક્ષ્યથી ભટકવા દીધા નહીં, જે અધર્મ પર વિજય પ્રાપ્ત કરવાનું હતું. એ જ રીતે તમારે પણ તમારા માટે નાણાકીય લક્ષ્યાંક નક્કી કરવાનો છે અને તે મુજબ રોકાણ કરવાનું છે.
Trending Photos
હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ જન્માષ્ટમી ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણીનો તહેવાર છે. ભક્તોનું માનવું છે કે ભગવાન શ્રીકૃષ્ણના દરેક કૃત્યથી કઈને કઈક અર્થ, સંદેશ અને મહત્વ જોડાયેલું છે જે આપણા જીવનને સમૃદ્ધ બનાવી શકે છે. તેમાં પર્સનલ ફાઈનાન્સ સંલગ્ન સંદેશ પણ સામેલ છે. જો તમે શ્રીકૃષ્ણના જીવનથી એવા 7 સંદેશ તમારા જીવનમાં અપનાવશો તો પૈસાની મુશ્કેલીથી હંમેશા માટે છૂટકારો મેળવી શકશો.
તમારું લક્ષ્યાંક નક્કી કરો
કુરુક્ષેત્રના આખા યુદ્ધ દરમિયાન શ્રીકૃષ્ણએ પાંડવોને તેમના લક્ષ્યથી ભટકવા દીધા નહીં, જે અધર્મ પર વિજય પ્રાપ્ત કરવાનું હતું. એ જ રીતે તમારે પણ તમારા માટે નાણાકીય લક્ષ્યાંક નક્કી કરવાનો છે અને તે મુજબ અનુસરવાનું છે. રોકાણ કરવાનું છે.
આ વાત ઓળખો
ભગવાન કૃષ્મ 'માખણ' ચોરી કરવા માટે પ્રસિદ્ધ હતા, જે આજે પણ ભારતના અનેક ભાગોમાં દહીં હાંડીની પરંપરા છે. જો કે માખણ ચોરી કરવા પાછળ એક સંદેશ છૂપાયેલો છે. હાંડી સુધી પહોંચવા માટે ઊંચાઈ પર પહોંચવું જરૂરી છે. આથી એવો વિકલ્પ પસંદ કરો જે તમને ઊંચાઈ સુધી લઈ જાય. જેનાથી લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત થઈ શકે.
લાલચી ના બનો
ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે જે રીતે આગ ધૂમાડાથી અને દર્પણ ધૂળથી ઢંકાઈ જાય છે એ જ રીતે જ્ઞાન ઈચ્છાથી ઢંકાયેલું હોય છે. આથી જ્ઞાની બનો અને તમારી ભાવનાઓ, ખાસ કરીને ભય અને લાલચને હાવી થવા ન દો.
ભાવનાઓ પર કાબૂ રાખો
કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં અર્જૂન પોતાના ભાઈઓ, વડીલો, ગુરુઓ અને મિત્રો વિરુદ્ધ લડવાની ભાવનાથી વ્યથિત થઈ ગયા હતા. ત્યારે શ્રીકૃષ્ણએ તેમને સમજાવ્યું. અર્જૂનની જેમ રોકાણકારો પણ ક્યારેક ક્યારેક પોતાના રોકાણને લઈને ભાવનામાં તણાઈ જાય છે. જે તેમને તેમના નાણાકીય લક્ષ્યાંકોને પ્રાપ્ત કરતા રોકે છે.
કારણ વગરના જોખમોથી બચો
યુદ્ધ દરમિયાન અર્જૂન અને કર્ણ બરાબર યોદ્ધા હતા. જો કે કર્ણ પાસે ભગવાન ઈન્દ્રનું એક દિવ્ય હથિયાર હતું. પરંતુ અર્જૂન પાસે તેનો મુકાબલો કરવા માટે આવું કોઈ હથિયાર હતું નહીં. આથી કૃષ્ણએ અર્જૂનને કર્ણથી બચાવ્યો. ફાઈનાન્શિયલ એડવાઈઝરની મદદથી તમે પણ આ પ્રકારે જોખમથી બચી શકો છો.
પોતાના પોર્ટફોલિયોની સમીક્ષા કરો અને તેને રિબેલેન્સ કરો
જીવનના ચક્રને સમજાવતા શ્રીકૃષ્ણ અર્જૂનને કહે છે કે જે રીતે મનુષ્ય જૂના વસ્ત્રોને ત્યાગીને નવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ રીતે આત્મા જીર્ણ થયેલા શરીરને ત્યાગીને નવા શરીરમાં પ્રવેશે છે. એ જ રીતે તમારે પણ તમારા રોકાણ પોર્ટફોલિયોની સમીક્ષા કરવી જોઈએ અને નુકસાનવાળી જગ્યાથી પૈસા કાઢીને નવી જગ્યાએ લગાવવા જોઈએ.
ફાઈનાન્શિયલ જાણકારીઓ વધારો
તમારી પાસે એક સારથી હોવો ખુબ જરૂરી છે જે રીતે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન અર્જૂનના હતા. આજના સમયમાં ફાઈનાન્શિયલ જાણકારીઓ વધારવા માટે અનેક સારથી હાજર છે. તમારે તેમને સારથીમાથી સાથી બનાવવા પડે અને જાણકારીઓ વધારવી પડે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે