Badrinath Dham:બદ્રીનાથ ધામના કપાટ કેટલી ચાવીઓથી ખુલે છે? જાણો મંદિર સાથે જોડાયેલી માન્યતા

Badrinath Dham: હિન્દુ ધર્મમા બદ્રીનાથ ધામ યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે. બદ્રીનાથના કપાટ ખુલવાની રાહ લાંબા સમયથી જોવાતી હોય છે. બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુનુ નિવાસ સ્થાન કહેવાય છે. પરંતુ તમે જાણો છો ખરા કે, કેટલી ચાવીઓથી બદ્રીનાથના કપાટ ખોલવામાં આવે છે? તો અમે તમને અહીં જણાવીશું રોચક માહિતી...
 

Badrinath Dham:બદ્રીનાથ ધામના કપાટ કેટલી ચાવીઓથી ખુલે છે? જાણો મંદિર સાથે જોડાયેલી માન્યતા

Badrinath Dham: હિંદુ ધર્મમાં માનનાર દરેક વ્યક્તિ એક વખત બદ્રીનાથની મુલાકાત લેવાની ઈચ્છા રાખે છે. ભક્તો ભગવાન બદ્રીનાથના દ્વાર ખુલવાની આતુરતાથી રાહ જોવે રહ્યા છે. બદ્રીનાથ ધામ ચાર ધામોમાંનું એક છે. કહેવાય છે કે આ ભગવાન વિષ્ણુનું પ્રમુખ સ્થળ છે. બદ્રીનાથ ધામને ભગવાન વિષ્ણુના 24 અવતારોમાંનું એક માનવામાં આવે છે, જેને નર અને નારાયણ ઋષિની તપોભુમી માનવામાં આવે છે.  આવો જાણીએ બદ્રીનાથ મંદિર સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ વિશે.

આ વર્ષે બદ્રીનાથ ધામના કપાટ 27 એપ્રિલ 2023ના ખુલશે. પણ બદ્રીનાથ ધામના કપાટ એક ચાવીથી નહીં 3 ચાવીથી ખોલવામાં આવે છે. અને આ ત્રણેય ચાવીઓ અલગ-અલગ લોકો પાસે હોય છે. એક ચાવી રાજ પરિવારના પૂજારી પાસે, બીજી ચાવી હુક્કા ધારીમાં શામેલ મહેતા લોકોની પાસે અને ત્રીજી ચાવી ભંડારીવાળા પાસે હોય છે. આ ત્રણેય ચાવીઓથી ભગવાન બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવે છે. 

No description available.

આમ તો બધા લોકોને ખબર જ હશે કે, 6 મહિના સુધી બદ્રીનાથ કેદારનાથ, ગંગોત્રી અને યુમનોત્રીના કપાટ બંધ રહે છે. જ્યાં ભગવાન વિષ્ણુ 6 મહિના સુધી જાગે છે અને 6 મહિના સુધી સૂવે છે. 

બદ્રીનાથના કપાટ બંધ થવા સમયે ભગવાન વિષ્ણુની મૂર્તિને ઘીનો લેપ કરવામાં આવે છે. કપાટ ખૂલ્યા બાદ સૌથી પહેલા રાવલ મંદિરમાં જાય છે અને એવું કહેવાય છે કે, મૂર્તિ ઘીથી ઢંકાયેલી હોય તો આ વર્ષમાં સમૃદ્ધિ આવશે અને ઘી ઓછું સૂકાયેલું હોય તો વધુ વરસાદ પડશે તેમ માનવામાં આવે છે..

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news