ઘરમાં રાખી શકાય છે આ ત્રણ પ્રકારના શંખ, નિયમિત પૂજા કરવાથી વધશે સુખ-સમૃદ્ધિ અને રોગોથી મળશે મુક્તિ
Shankh Upay: જે ઘરમાં રોજ શંખનાદ થાય છે ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી વધે છે જેના કારણે ઘરમાં રહેતા લોકો ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે.
Trending Photos
Shankh Upay: ઘરમાં થતી દૈનિક પૂજા પાઠનું અનિવાર્ય અંગ શંખ હોય છે. જે ઘરમાં શંખની પૂજા રોજ થાય છે અને શંખનો અવાજ ગુંજે છે તે ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. જે ઘરમાં રોજ શંખનાદ થાય છે ત્યાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને પોઝિટિવ એનર્જી વધે છે જેના કારણે ઘરમાં રહેતા લોકો ઉર્જાવાન અને સ્વસ્થ રહે છે.
આ પણ વાંચો:
અન્નપૂર્ણા શંખ
શંખના અલગ અલગ પ્રકારમાંથી આ શંખ ખૂબ જ દુર્લભ હોય છે. આ શંખ નું વજન ત્રણ થી નવ કિલો સુધીનું હોઈ શકે છે. વજનના કારણે જ તેને ઉપાડી અને વગાડી શકાતો નથી. આ શંખ દેખાવમાં ખૂબ જ સુંદર હોય છે. નામ પ્રમાણે તેની શક્તિ પણ દિવ્ય અને ચમત્કારી હોય છે. જે ઘરમાં અન્નપૂર્ણા શંખ સ્થાપિત કરવામાં આવે છે તે ઘરમાં ધાન્ય ની ક્યારેય ખામી રહેતી નથી.
દેવી શંખ
આ શંખમાં પણ દેવીય ગુણ હોય છે. આ શંખમાં કેલ્શિયમનું પ્રમાણ સો ટકા હોય છે. જો આ શંખમાં રાત્રે પાણી ભરીને રાખી દેવામાં આવે અને સવારે આ પાણી હૃદયરોગી કે સાંધાના દુખાવાના દર્દીને આપવામાં આવે તો તુરંત તેનો લાભ દેખાય છે. આ શંખને પૂજાસ્થાનમાં રાખવાથી પણ ઘરમાં સમૃદ્ધિ વધે છે.
મણિપુષ્પક શંખ
આ શંખમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે. રાત્રે તેમાં ગંગાજળ ભરીને રાખી દેવાનું અને સવારે તે પાણી પીવાથી ડાયાબિટીસના દર્દીઓને લાભ થાય છે. આ શંખ રાખેલો હોય તે પાણી પીવાથી શરીરના રોગ દૂર થવા લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે