Kanya Sankranti 2024: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

Kanya Sankranti 2024: જ્યોતિષ ગણના અનુસાર 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જેને કન્યા સંક્રાંતિ કહે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે પરંતુ 3 રાશિઓ માટે કન્યા સંક્રાતિ મુશ્કેલ સમય સાબિત થશે.

Kanya Sankranti 2024: કન્યા રાશિમાં સૂર્યનો પ્રવેશ આ 3 રાશિઓ માટે અશુભ, ધનની બાબતમાં ખાસ સંભાળવું

Kanya Sankranti 2024: બધા જ ગ્રહોનું કેન્દ્રીય સંચાલન સૂર્યના નેતૃત્વમાં થાય છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે દરેક ગ્રહ સૂર્યની પરિક્રમા કરે છે. જેના કારણે સૂર્યને ગ્રહોના સ્વામી પણ કહેવાય છે. સૂર્ય નિશ્ચિત સમય પર રાશિ અને નક્ષત્ર પરિવર્તન કરે છે. સૂર્ય દર 30 દિવસે એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે. જેમાં 16 સપ્ટેમ્બરે સૂર્ય સિંહ રાશિમાંથી નીકળી કન્યા રાશિમાં પ્રવેશ કરશે. 

સૂર્યના કન્યા રાશિમાં ગોચરને કન્યા સંક્રાંતિ પણ કહેવાય છે. સૂર્યના કન્યા રાશિમાં પ્રવેશથી મોટાભાગની રાશિઓને શુભ ફળ મળશે. પરંતુ રાશિ ચક્રની 3 રાશિ એવી છે જેમને આ સમય દરમિયાન સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ 3 રાશિ કઈ-કઈ છે ચાલો તમને જણાવીએ. 

કન્યા સંક્રાંતિમાં આ રાશિ 3 એ રહેવું સંભાળીને 

વૃષભ રાશિ 

કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી વૃષભ રાશિના લોકોને આત્મવિશ્વાસ અને સાહસમાં ઘટાડાનો અનુભવ થશે. આ સમય દરમિયાન ખર્ચા વધી જશે. પ્રાઇવેટ નોકરી કરતા લોકોને બોસ સાથે સમસ્યા થઈ શકે છે. નોકરી છૂટવાના પણ યોગ બની રહ્યા છે. વેપારીઓને આ સમય દરમિયાન ધનહાનીનો સામનો કરવો પડી શકે છે. શેર માર્કેટમાં રોકાણથી પણ નુકસાન થશે. પરિવારમાં વાદવિવાદ થઈ શકે છે. 

વૃશ્ચિક રાશિ 

વૃશ્ચિક રાશિના લોકો માટે પણ કન્યા રાશિમાં સૂર્યનું ગોચર અલાભકારી છે. કોર્ટ કેસ થઈ શકે છે. ધન હાની અને માનસિક પરેશાની આ સમય દરમિયાન વધી શકે છે. વાહન ચોરી થવાની સંભાવના. આકસ્મિક ખર્ચના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. સંતાન સંબંધિત કષ્ટ વધી શકે છે 
આર્થિક સ્થિતિ ખરાબ થવાથી રોજના ખર્ચ પર પણ અસર થશે આ સમયે પારિવારિક સંકટોનો સામનો કરવો પડી શકે છે. તેથી પોતાના વ્યવહાર અને વાણી પર સંયમ રાખવો. 

મકર રાશિ 

કન્યા રાશિમાં સૂર્યના ગોચરથી મકર રાશિના લોકોના જીવનમાં નેગેટિવ અસર જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ નથી. નોકરી શોધતા લોકોને પણ નિરાશા મળી શકે છે. પ્રાઇવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આવક પ્રભાવિત થશે. વેપારમાં નુકસાન વધવાની સંભાવના. આર્થિક સ્થિતિ નબળી થઈ શકે છે. લવ લાઇફમાં સમસ્યાઓ વધી શકે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news