ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો પ્રારંભ : અંબાજીમાં રાતે શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવાયા

janmashtami : આજે દેશભરમાં ધામધૂમથી ઉજવાશે જન્માષ્ટમીનું મહાપર્વ... દ્વારકા, ડાકોર અને શામળાજીમાં ભક્તોની ભીડ,,, ગોકુળ, વૃંદાવન અને મથુરામાં પણ વ્હાલાને વધાવવા ઉમટ્યા ભક્તો
 

ગુજરાતના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીનો પ્રારંભ : અંબાજીમાં રાતે શ્રીકૃષ્ણને પારણામાં ઝુલાવાયા

Krishna Janmotsava : આજે જન્માષ્ટમીનું પાવન પર્વ છે. ત્યારે રાજ્ય સહિત દેશભરમાં ભારે ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ZEE 24 કલાક પર વહેલી સવારથી દ્વારકા, ડાકોર અને શામળાજી મંદિરથી કરો કૃષ્ણના ભગવાનના દર્શન. તો ગોકુળ, મથુરા અને વૃદાવનમાં બિરાજમાન ભગવાનનાં દર્શન કરો... ત્યારે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. દ્વારકામાં ભગવાનને રાજભોગ પણ ધરાવવામાઁ આવશે. તો રાત્રિના 12 વાગ્યે જન્મોત્સવ પર્વ નિમિતે જન્મોત્સવની આરતી થશે. મોડી રાત્રિના અઢી વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે.

યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી  રાત્રિના 12 ના ટકોરે અંબાજી મંદિરમાં ચાંદીના પારણાં માં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ બનાવી તેમને  ઝુલાવવામાં આવ્યા હતા. સાથે પંજરી, પંચામ્રુત, માખણનો ભોગ સોનાના થાળમાં ધરાવવામાં આવ્યો હતો. તેમજ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ અંબાજી મંદિરમાં ઉજવાતા મોટી સંખ્યામાં ભક્તોએ પણ આ જન્મોત્સવની ઉજવણીનો લાભ લીધો હતો અને રાત્રે 12:00 ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણની આરતી ઉતારી, નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નાદ ગુંજ્યા હતા . 

જોકે જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ આ ઉત્સવ મનાવવાનું કારણ મંદિરના મુખ્ય પૂજારી તન્મય ઠાકર દ્વારા જણાવાતા કહ્યું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ રાત્રીના 12 કલાકે જન્મ્યા હતા અને બીજા દિવસે જન્માષ્ટમીના દિવસે તેમનો જન્મ ઉત્સવ એટલે કે તેમનાભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. તેથી આ રાત્રિ દરમિયાન તેમની પૂર્વ રાત્રિએ જ જન્મોત્સવનો કાર્યક્રમ અંબાજી મંદિર ખાતે ઉજવવામાં આવે છે. એટલુ જ નહિ, વર્ષ દરમ્યાન શિવરાત્રી અને જન્માષ્ટમીના શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ બે વખત રાત્રિના બાર વાગે આરતી કરવામાં આવે છે.  જ્યારે આઠમના દિવસે રોજ જે રીતે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય છે, તે જન્મ થયા બાદ તે ઉત્સવ મનાવવાનો પ્રસંગ ઉજવાતો હોય આ જન્મોત્સવને જન્માષ્ટમીની પૂર્વ રાત્રે ઉજવવાની પરંપરા અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે,

જન્માષ્ટમી પર્વની ઉજવણીનો ભક્તોમાં અનેરો ઉત્સાહ
સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. આજે કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણછોડરાયજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તોએ ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી થશે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમા રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયા છે.

તો યાત્રાધામ શામળાજીમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ છે. દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. કાળિયા ઠાકોરના મંગળા દર્શન માટે સવારથી જ ભક્તોની ભીડ જામી છે. કૃષ્ણજન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. કેળ અને આસોપાલવથી મંદિર અને આખું નગર શણગારાયું છે. અબીલ ગુલાલની છોળો સાથે આજે શામળાજી ઠાકોરની શોભાયાત્રા નીકળશે. તો નગરમાં 100 થી વધુ મટકીફોડ સાથે ભક્તોનો જમાવડો રહેશે. લાખોની સંખ્યામાં ભક્તો આજે શામળાજીના દર્શન માટે ઊમટશે. જેથી કરીને પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત ચુસ્ત કરાયો. દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. શામળાજી મંદિરમાં ભજન મંડળીઓ રંગ રેલાવશે, મંદિર પર હજારો ધજાઓ ચઝશે. વ્હાલાના વધામણા કરવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news