અખંડ ભારતના સવાલ પર મોહન ભાગવતે કહ્યું- 'બદલાઈ રહ્યો છે સમય, વૃદ્ધ થતા પહેલા જરૂર જોઈ લેશો'

Mohan Bhagwat on Akhand Bharat: અખંડ ભારતના મુદ્દે સંઘ પ્રમુખ મોહન ભાગવતને યુવાઓએ સવાલ કર્યો કે તે ક્યાં સુધીમાં શક્ય બનશે. તો તેમણે કહ્યું કે ભલે તમે યુવા છો પરંતુ વૃદ્ધાવસ્થા સુધીમાં અખંડ ભારત તમારી સામે હશે. 

અખંડ ભારતના સવાલ પર મોહન ભાગવતે કહ્યું- 'બદલાઈ રહ્યો છે સમય, વૃદ્ધ થતા પહેલા જરૂર જોઈ લેશો'

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે બુધવારે કહ્યું કે આજની યુવા પેઢીના વૃદ્ધ થતા પહેલા જ અખંડ ભારત એક હકીકત બની જશે. તેમણે અહીં એક કાર્યક્રમમાં એક વિદ્યાર્થીના પ્રશ્નનો ઉત્તર આપતા કહ્યું કે પરંતુ સટિક સમય જણાવી શકીએ નહીં કે અખંડ ભારત ક્યાં સુધીમાં અસ્તિત્વમાં આવશે. સરસંઘચાલકે કહ્યું કે જો તમે એ દિશામાં કામ કરતા રહેશો તો તમે વૃદ્ધ થતા પહેલા તેને સાકાર થતા જોશો. સ્થિતિઓ એવી બની રહી છે કે જે લોકો ભારતથી અલગ થયા તેઓ મહેસૂસ કરે છે કે તેમણે ભૂલ કરી. તેઓ મહેસૂસ કરે છે કે આપણે એકવાર ફરીથી ભારત (અખંડ ભારત)  બની જવું જોઈએ. (તેનો હિસ્સો બની જવું જોઈએ). તેઓ વિચારે છે કે ભારતનો હિસ્સો બનવા માટે તેમણે માનચિત્ર પર ખેંચાયેલી રેખા ભૂસવાની જરૂર છે. ભારત બનવું (ભારતનો ભાગ બનવું) ભારતનો સ્વભાવ હાંસલ કરવાનો છે. 

હંમેશા ફરકાવે છે તિરંગો
જ્યારે તેમને એ દાવા અંગે પૂછવામાં આવ્યું કે આરએસએસએ 1950થી 2002 સુધી અહીં મહાલ વિસ્તારમાં પોતાના મુખ્યાલયમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો નથી તો ભાગવતે કહ્યું કે દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ અમે જ્યાં પણ હોઈએ છીએ ત્યાં અમે રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. નાગપુરમાં મહાલ અને  રેશમીબાગ બંને અમારા જ પરિસરોમાં ધ્વજારોહણ થાય છે. લોકોએ અમને એ પ્રશ્ન ન કરવો જોઈએ. ત્યારબાદ તેમણે એક ઘટના યાદ કરતા કહ્યું કે 1933માં જલગાંવ પાસે કોંગ્રેસના તેજપુર સંમેલન દરમિયાન જ્યારે પંડિત નહેરુ 80 ફૂટ ઊંચા થાંભલા પર ધ્વજારોહણ કરી રહ્યા હતા ત્યાં ઝંડો વચ્ચે ફસાઈ ગયો હતો, તે દરમિયાન લગભગ 10000ની ભીડથી એક યુવક આગળ આવ્યો અને થાંભલા પર ચડીને તેણે ઝંડાને કાઢ્યો. 

ભારતનું સન્માન અમારા માટે સૌથી ઉપર
ભાગવતના જણાવ્યાં મુજબ નહેરુએ તે યુવકને બીજા દિવસે અભિનંદન માટે સંમેલનમાં આવવાનું કહ્યું પરંતુ એવું બની શક્યું નહીં કારણ કે કેટલાક લોકોએ નહેરુને જણાવ્યું કે તે યુવા આરએસએસની શાખામાં જાય છે. સરસંઘચાલકે દાવો કર્યો કે સંઘના સંસ્થાપક ડો. કેશવ બલિરામ હેડગેવારને જ્યારે આ અંગે ખબર પડી તો તેઓ યુવકના ઘરે ગયા અને તેમણે તેની પ્રશંસા કરી અને તે યુવકનું નામ કિશનસિંહ રાજપૂત હતું. ભાગવતે કહ્યું કે જ્યારે રાષ્ટ્રધ્વજ સામે પહેલીવાર સમસ્યા આવી ત્યારથી જ આરએસએસ તેના સન્માન સાથે જોડાયેલું છે. અમે આ બે દિવસ (15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી) રાષ્ટ્રધ્વજ પણ ફરકાવીએ છીએ. ભલે તે ફરકાવવામાં આવે કે નહીં પરંતુ જ્યારે રાષ્ટ્રધ્વજના સન્માનની વાત આવે ત્યારે અમારા સ્વયંસેવક સૌથી આગળ હોય છે અને પોતાનું બલિદાન આપવા માટે પણ તૈયાર હોય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news