Mangalwar Upay: મંગળવારના દિવસે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની ક્રુપાથી દૂર થશે તમામ બાધાઓ

Hanuman Ji: મંગળવાર હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે. પૂજા પછી હનુમાનજીની આરતી કરવાથી જ પૂજા પૂર્ણ માનવામાં આવે છે.

Mangalwar Upay: મંગળવારના દિવસે કરો આ સરળ ઉપાય, હનુમાનજીની ક્રુપાથી દૂર થશે તમામ બાધાઓ

Tuesday Totke: કહેવાય છે કે હનુમાનજી પોતાના ભક્તો પર કોઈ સંકટ આવવા દેતા નથી. મંગળવારે સાચા મનથી હનુમાનજીની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભગવાન હનુમાન બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. ભક્તિ સાથે કરવામાં આવેલી પૂજા અને ઉપાયોથી જ હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. મંગળવાર અને શનિવાર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિના દાતા તરીકે ઓળખવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અંજની પુત્ર હનુમાનજીની પૂજા કરવાથી વ્યક્તિની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. મંગળવારે હનુમાનજીનું વ્રત રાખવાથી, બ્રહ્મર્ય વ્રત રાખવાથી અને વિધિપૂર્વક પૂજા કરવાથી પ્રસન્ન થઈને ભગવાન ભક્તોના તમામ દુ:ખ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે મંગળવારે પૂજા કર્યા પછી અમૃતવાણી અને શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બજરંગબલી પ્રસન્ન થાય છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીની પૂજા તેમની આરતી સાથે પૂર્ણ થાય છે. 

હનુમાનજીની આરતી -

આરતી કીજે હનુમાન લલા કી , દુષ્ટ દલન રઘુનાથ કલા કી ;
જાકે બલ સે ગિરિવર કાંપે ; રોગ દોષ જાકે નિકટ ન ઝાંપે ;
અનજની પુત્ર મહા બલદાઈ ; સંતન કે પ્રભુ સદા સહી ;
દે બીરા રઘુનાથ પઠાએ ; લંકા જારિ , સિયા સુધિ લાયે ;
લંકા સો કોટિ સમુદ્ર સી ખાયી ; જાત પવન સુત બાર ના લાઈ ;
લંકા જારી , અસુર સંહારે , સિયા રામ જી કે કાજ સવારે ;
લક્ષ્મણ મૂર્છિત પડે સકારે ; લાયે સજીવન પ્રાણ ઉબારે ;
પૈઠી પાતળ તોરી જમકારે ; અહિરાવન કી ભુજા ઉખારે ;
બાએં ભુજા અસુર દલ મારે ; દાહિને ભુજા , સંત જન તારે ;
સુર નર મુનિ જન આરતી ઉતારે ; જય જય જય હનુમાન ઉચારે ;
કંચન થાર કપૂર લૌ છાઈ ; આરતી કરત અંજના માઁઇ ;
જો હનુમાન જી કી આરતી ગાવે ; બસી બૈકુંઠ પરમપદ પાવે ;
લંકા વિધ્વંસ કરાઇ રઘુરાઈ , તુલસીદાસ સ્વામી કીર્તિ ગાઈ..

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news