Top 5 Cheapest Bike: એક લીટરમાં આપે છે 70 KMથી પણ વધુની માઈલેજ, દેશની સૌથી સસ્તી બાઈક, લિસ્ટ ચેક કરો

Top 5 Cheapest Bike: દેશમાં સસ્તી બાઈકનું ખુબ ચલણ અને ડિમાન્ડ છે. આ જ કારણે ટોપ સેલિંગ કંપનીઓમાં બજાજ ઓટો અને હીરો મોટોકોર્પનું નામ સામેલ છે. જો તમે પણ બજેટ ફ્રેન્ડલી અને સસ્તી બાઈક શોધી રહ્યા હોવ તો આ લિસ્ટ જરૂર ચેક કરો. 

Top 5 Cheapest Bike: એક લીટરમાં આપે છે 70 KMથી પણ વધુની માઈલેજ, દેશની સૌથી સસ્તી બાઈક, લિસ્ટ ચેક કરો

Top 5 Cheapest Bike in India: બજારમાં પહેલી સીએનજી બાઈક આવી ગઈ છે. બજાજ ઓટોએ દુનિયાની પહેલી સીએનજી બાઈક Freedom લોન્ચ કરી દીધી. ખાસ વાત એ છે કે કંપનીએ આ બાઈકને દેશના મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને રજૂ કરતા તેને ફક્ત 95000 રૂપિયાની શરૂઆતની કિંમત પર લોન્ચ કરી છે. અત્રે જણાવવાનું કે દેશમાં સસ્તી બાઈકનું ખુબ ચલણ અને ડિમાન્ડ છે. આ જ કારણે ટોપ સેલિંગ કંપનીઓમાં બજાજ ઓટો અને હીરો મોટોકોર્પનું નામ સામેલ છે. જો તમે પણ બજેટ ફ્રેન્ડલી અને સસ્તી બાઈક શોધી રહ્યા હોવ તો આ લિસ્ટ જરૂર ચેક કરો. 

Bajaj Platina 100
બજાજની આ બાઈક સૌથી સસ્તી છે અને માઈલેજ પણ શાનદાર આપે છે. કંપનીએ બાઈકમાં 102 સીસીનું એન્જિન આપ્યું છે જે 7.79 એચપીનો મેક્સિમમ પાવર અને 8.34 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 72 kmplની માઈલેજ આપે છે. તેની કિંમત 70,000 રૂપિયાની આસપાસ છે. 

TVS Sport
આ બાઈકમાં પણ 109 સીસીનું એન્જિન મળે  છે. આ એન્જિન 8.19 પીએસનો મેક્સ પાવર અને 8.7 ન્યૂટન મીટરનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો આ બાઈક 70 કિમીની માઈલેજ આપે છે. અને તેની કિંમત સાઈઠ હજાર રૂપિયાની આજુબાજુ છે. 

Hero HF Deluxe
બાઈકમાં 97 સીસીનું એન્જિન મળે છે. જે 8.02 બીએચપીનો મેક્સિમમ પાવર અને 8.05 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ બાઈક 70 કિમીની માઈલેજ આપે છે અને તેની એક્સ શોરૂમ કિંમત 60,000 રૂપિયા છે. 

Hero HF 100
આ બાઈકમાં પણ 97 સીસીનું એન્જિન મળે છે. જે 8.02 બીએચપીનો પાવર અને 8.05 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. એક લીટર પેટ્રોલમાં તે 70 કિમીની માઈલેજ ઓફર કરે છે. બઈકની એક્સ શોરૂમ કિંમત 60,000 રૂપિયાની આસપાસ છે. 

Bajaj CT 100
આ બાઈકમાં 99 સીસીનું એન્જિન મળે છે, જે 7.79 એચપીનો પાવર અને 8.34 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. એક લીટર પેટ્રોલમાં બાઈક 75 kmphની માઈલેજ આપે છે. તેની એક્સ શોરૂમ કિંમત 62,265 રૂપિયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news