ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી

Kastbhanjan Hanuman Mandir: ગુજરાતના સાળંગપુરમાં આવેલું શ્રી હનુમાન મંદિર કષ્ટભંજન સ્વરૂપમાં ભગવાન હનુમાનને સમર્પિત છે. આ મંદિરમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

ગુજરાતના આ ચમત્કારી મંદિરના દર્શનથી પુરી થાય છે મનોકામના, હાજરાહજુર છે બજરંગબલી

Kastbhanjan Hanuman Mandir: આજે અમે તમને કષ્ટભંજન હનુમાન મંદિરમાં લઈ જવાના છીએ. હનુમાનજીનું આ સિદ્ધ મંદિર ગુજરાતના સારંગપુરમાં આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીના ભક્તો તેમને દાદાના નામથી પણ બોલાવે છે. આ મંદિરને બજરંગ બલીના સૌથી સાબિત મંદિરોમાંનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં હનુમાનજીના દર્શન કરવાથી શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

એવું કહેવાય છે કે શનિદેવે પોતે હનુમાનજીને વચન આપ્યું હતું કે જે કોઈ હનુમાનજીની પૂજા કરશે, શનિદેવ પણ તેને આશીર્વાદ આપશે. આ મંદિરમાં ભગવાન હનુમાનની સામે માથું નમાવવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. આ જ કારણ છે કે દૂર-દૂરથી લોકો અહીં પૂજા કરવા આવે છે અને પોતાની પરેશાનીઓમાંથી મુક્તિ મેળવે છે.

કિલ્લા જેવું લાગે છે આ મંદિર-
ગુજરાતના સારંગપુરમાં આવેલું કષ્ટભંજન હનુમાન મંદિર એક કિલ્લા જેવું લાગે છે. આ મંદિરમાં હનુમાનજી સોનાના સિંહાસન પર બિરાજમાન છે. અહીં હનુમાનજીની પ્રતિમાની આસપાસ વાંદરાઓની સેના જોવા મળે છે. આ મંદિરમાં હનુમાનજીની સાથે સાથે શનિદેવ પણ સ્ત્રી સ્વરૂપમાં બિરાજમાન છે. અહીં શનિ હનુમાનજીના ચરણોમાં બિરાજમાન છે.

મંદિર સુધી કેવી રીતે પહોંચવું?
આ મંદિરમાં આવવા માટે સૌથી પહેલાં ભાવનગર આવવું પડશે. કારણ કે તમે ભાવનગરથી સરળતાથી સારંગપુર પહોંચી શકો છો. ભાવનગર માટે ટ્રેન સરળતાથી ઉપલબ્ધ છે.

અહીં બિરાજમાન હનુમાનજી એ સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. સાળંગપુર મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી હતી. ગોપાળાનંદ સ્વામીએ ૨૦૦ સ્વામીનારાયણ સંતો અને ૨૫ બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં યજ્ઞ કરાવી આ સંવત ૧૯૦૫ની આસો વદ પાંચમના દિવસે હનુમાનજીની નવી મૂર્તિની પ્રાણપ્ર્તિષ્ઠા કરાવી હતી. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

૫૪ ફૂટ ઊંચી મૂર્તિ-
૬ એપ્રિલ ૨૦૨૩ના રોજ ભારતના ગૃહમંત્રી હનુમાન દાદાની ૫૪ ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ મૂર્તિ ૩૦,૦૦૦ કિગ્રા વજન ધરાવે છે અને ૭ કિમી દૂરથી જોઇ શકાય છે. આ મૂર્તિ બનાવવાનો ખર્ચ લગભગ ૧૧ કરોડ રૂપિયા થયો હતો. હાલમાં ગુજરાતમાં સૌથી પ્રસિદ્ધ આ હનુમાન દાદાનું મંદિર છે. 

શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર શ્રી કષ્ટભજન હનુમાનજી ધામ, જ્યાં દેશવિદેશથી ભક્તો દાદાના દર્શન માટે આવે છે. અહિયા આવતા હરીભક્તો માટે પ્રસાદની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવે છે. હાલ ખૂબ જ મોટી સખ્યામાં હરીભક્તો દર્શન અને પ્રસાદ માટે આવતા હોય છે. જેને લઈ ભોજનાલયમાં લોકોને લાઈનમાં ઉભું રહેવું પડે છે ત્યારે ભક્તોને લાઈનમાં ઉભું ના રહેવું પડે અને એક સાથે હજારો લોકો પ્રસાદ લઈ શકે તેવા હેતુ સાથે મંદિર વિભાગ દ્વારા 7 એકરમાં રૂ. 35 થી 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું હાઈટેક ભોજનાલય બનવાવવામાં આવ્યું છે  આ હાઈટેક ભોજનાલાયમાં એક સાથે 5 હજાર જેટલા લોકો પ્રસાદ લઈ શકે છે અને શ્રદ્ધાળુઓને લાઈનમાં પણ ઉભું રહેવું પડતું નથી.  

આ ભોજનાલયની વિશેષતા જોઈએ તો....
અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવે છે. 
મહેલ જેવું આ ભોજનાલય બનાવવામાં ૩૦૦ થી વધુ કારીગરો દિવસ રાત કામ કરી રહ્યા છે. 
આ ભોજનાલય 7 વિઘામાં ફેલાયેલું છે. 
ભોજનાલયના બિલ્ડિંગનું બાંધકામ અંદાજે 2 લાખ 30 હજાર સ્ક્વેર ફૂટ
ભોજનાલય કુલ 250 કોલમ પર ઊભું. 
ભોજનાલયનું એલિવેશન ઇન્ડો-રોમન સ્ટાઇલથી ડિઝાઈન કરવામાં આવ્યું છે. 
મંદિર પરિસરમાંથી સીધા જ ભોજનાલયમાં જઈ શકાય છે. 
ભોજનાલયમાં શ્રદ્ધાળુઓની વધુ ભીડ ના થાય એટલે 75 ફૂટ પહોળા પગથિયાં બનાવવામાં આવ્યા છે. 
પગથિયાંઓની વચ્ચે વૃદ્ધો અને દિવ્યાંગો માટે બે એસ્કેલેટરની પણ વ્યવસ્થા. 
અહીં ખાસ પ્રકારની કેવિટી વોલ, જેથી ભોજનાલયનું અંદરનું તાપમાન ઠંડું. એટલે કે બહારથી દીવાલો ગરમ થઈ હશે, તોપણ અંદરનું તાપમાન નીચું.
ભોજનાલયમાં કુલ 4 ડાઇનિંગ હોલ છે, જેમાં જનરલ ડાઇનિંગ હોલ 110x278 ફૂટ. તેમાં એકસાથે 4000 લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને જમી શકે છે. 
આ સિવાય VIP, VVIP એમ કુલ ચાર ડાઇનિંગ હળે.
ભોજનાલયના લોઅર ગ્રાઉન્ડ ફ્લોરમાં મોટું પાર્કિંગ. 
અપર ગ્રાઉન્ડ ફ્લોરમાં કુલ 85 રૂમ. 
ભોજનાલયનું કિચન 60X100 ફૂટની જગ્યામાં બનાવવામાં આવ્યું છે. 
કિચન અને ડાઇનિંગ હોલ વચ્ચે 15 ફૂટની જગ્યા રાખવામાં આવી છે, જેથી ભવિષ્યમાં કિચનમાં કોઈ અકસ્માત થાય તો તેની અસર ડાઇનિંગ હોલમાં થાય નહિ

ખાસ ટેકનોલોજીથી બનશે રસોઈ-
આ હાઈટેક કિચનમાં અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર રસોઈ બનાવવામાં આવે છે. જેથી આ માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામા આવનાર છે. રસોઈ બનાવવા માટે ઓઈલ બેસ્ડ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ઓઈલ બેઝડ રસોઈ તૈયાર કરવા માટે કિચનની બહાર એક ઓઈલ ટેન્ક હોય છે, જેની અંદર ભરેલું ઓઈલ ખાસ પ્રક્રિયા દ્વારા નક્કી કરેલા ટેમ્પરેચર સુધી ગરમ થાય છે. જેમાં કોઈ અગ્નિ કે ઈલેક્ટ્રિસિટી વગર રસોઈ સરળતાથી તૈયાર કરી શકાશે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news